Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
નવી દિલ્હી તા. ૧૪: હવામાન વિભાગ દ્વારા દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવાઈ છે.
ઘણાં રાજ્યોએ ઓગસ્ટ મહિનામાં સરેરાશ વરસાદનો આંકડો વટાવી દીધો છે પરંતુ વરસાદ હજુ પણ ચાલુ જ રહેશે. હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડ સહિત દિલ્હી-યુપીમાં હજુ પણ વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે આ અઠવાડિયે પણ વરસાદથી રાહત ન મળવાની આગાહી કરી છે.
દિલ્હીમાં મંગળવારે ઝાપટાં પડ્યા હતા તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૪ ઓગસ્ટથી દિલ્હીમાં ફરી એકવાર હવામાન બગડશે. આઈએમડી એ ૧૪ થી ૧૬ ઓગસ્ટ દરમિયાન દિલ્હીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તેમજ ૩ દિવસ યેલો એલર્ટ જારી કર્યું છે.
હવામાન એજન્સી અનુસાર, આજે હરિયાણા, દિલ્હી, પૂર્વ અને ઉત્તર રાજસ્થાનના ભાગ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ દક્ષિણ કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે થોડો ભારે વરસાદ થશે.
જ્યારે બિહાર, ઝારખંડ, પૂર્વોત્તર ભારત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશના દક્ષિણ કાંઠા, તમિલનાડુ, લદ્દાખ અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ શકય છે.
રાજસ્થાનમાં સતત ત્રણ દિવસથી મુશળધાર વરસાદ ચાલુ છે અને ચોથા દિવસે પણ વરસાદની સંભાવના છે. મુશળધાર વરસાદના કારણે રર લોકોના મોત થયા હતાં. બુધવારે ભરતપુર, અજમેર, જયપુર અને કોટા ડિવિઝનમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદ, ભૂસ્ખલન અને પૂરના કારણે ર૧૩ રસ્તાઓ બંધ છે અને સ્થાનિક હવામાન કચેરીએ ૧૯ ઓગસ્ટ સુધી રાજ્યના હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial