Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ-ર૦૧૪-૧પ માં જિલ્લા શિક્ષણાધિકારી પી.એન. દવેએ આદરેલી ઝુંબેશ યાદ આવી ગઈ
ખંભાળીયા તા. ૧૪: રાજ્યમાં શિક્ષકોની ગેરહાજરી વિદેશમાં હાજરી અંગે ઉંડી તપાસની જરૂર છે. ત્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્રો શોભાના ગાંઠીયા હોવાની ટીકા થઈ રહી છે.
ગુજરાત સમગ્ર રાજ્યમાં હાલ પ્રાથમિક શિક્ષકોની ગેરહાજરી તથા વિદેશમાં રહેવાનો મુદ્દો ગાજ્યો છે ત્યારે આ મુદ્દે આજથી દશ વર્ષ પહેલા દ્વારકા જિલ્લાના તત્કાલીન જિલ્લા શિક્ષણાધિકારી ડો. પી.એન. દવેએ કરેલી કામગીરી યાદ કરવા જેવી છે.
ખૂબ જ હોંશીયાર અને રોજ શાળા તપાસણી કરતા જિ.શિ. ડો. દવેએ પ્રાથમિક શાળાઓમાં ઝુંબેશ ચલાવીને પ્રાથમિક શાળાના છ શિક્ષકોના રાજીનામા લખાવ્યા હતા તથા છને છુટા કર્યા હતા !! એ સમયે પણ કેટલાક શિક્ષકો અન્ય જગ્યાએ નોકરી કરતા હોવાનું ખુલતા પગલા લેવાયા હતાં.
રાજ્યમાં ગાંધીનગર જીસીઆરટીઈમાં ખાસ કચેરી શરૂ કરીને વિદ્યા સમીક્ષા કેન્દ્ર શરૂ થયું છે. જેમાં હાજરીનું મોનીટરીંગ, ટ્રેનીંગ પ્રોગ્રામ ફોલોઅપ તથા સીઆરસી, બીઆરસી પર દેખરેખ થાય છે તો આટલા સમય સુધી ગેરહાજર કે વિદેશમાં ગયેલા અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર શું કરતું હતું તે પણ મોટો સવાલ ઉભો થયો છે તો શિક્ષણ વિભાગ કાગળ પર હોંશીયારની પોલ ખુલી જવાનો ઘાટ થયો છે.
એક પૂર્વ જિ.શિ એ જણાવેલ કે શાળાના આચાર્ય તથા નિરીક્ષક અને હવે તો તાલુકામાં સંપૂર્ણ પાવર સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ છે ત્યારે આવું કઈ રીતે બને ? ચોક્કસ આંખ આડા કાન થયા હોય કે ભાગ બટાઈથી કામ થયું હોય!!?
નવાઈની વાત એ છે કે હવે હાજરી ઓનલાઈન થઈ ગઈ છે સવારે શાળા શરૂ થતાંના એક જ કલાકમાં સમગ્ર રાજ્યની તમામ શાળાઓનું રિપોર્ટીંગ થઈ જાય તો ઉપર ચેકીંગ કરવા બેઠેલા સુતા હતાં કે શું? તો સમગ્ર રાજ્યમાં મોટાભાગના શાળા વિસ્તારોમાં સીસીટીવી લાઈવની વ્યવસ્થા છે જેથી ગાંધીનગર સમીક્ષા કેન્દ્રમાં બેઠા બેઠા દ્વારકા, ઓખા, જામનગરની પ્રાથમિક શાળા જોઈ શકે તો તેમાં પણ કંઈ ના થયું ?
જો કે અગાઉ સુરતમાં તત્કાલીન જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અનેક શિક્ષિકા દત્તક બાળક દેખાડીને ત્રણ માસની માતૃત્વ રજા લેવાનું કૌભાંડ પકડ્યું હતું તેમ રાજ્યમાં આવી રીતે સેટીંગ કરીને ગેરહાજર અન્ય સ્થળે હાજર રહેવાનું વધુ લાભ રૂપિયા મેળવવા વિદ્યાર્થીઓના હિત તથા શિક્ષણ સાથે ચેડા થતાં હોય જવાબદારો સામે કડક પગલાની માંગ પણ ઉઠી છે.
દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા દ્વારા આવતાની સાથે જ જિલ્લામાં ચેકીંગ કરીને એક સરકારી શાળાના ગે.હા. રહેતા આચાર્યને રાજીનામું અપાવ્યું હતું તો પ્રા.જિ.શિ. મધુબેન ભટ્ટ દ્વારા પણ લાંબા સમયથી ગેરહાજર બે શિક્ષકોને છુટા કરવા તથા બે સામે પગલા લેવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી.
પાળી પદ્ધતિઓમાં ચાલતી શાળાના શિક્ષકો અનેક સ્થળે બપોર પછી ધંધા દુકાનો ચલાવતા હોવાનું પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે ત્યારે રાજ્યભરનું આ કૌભાંડ શિક્ષણ તંત્રનું કલંકરૂપ હોય પગલા કડક લેવાય તેવી માંગ ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial