Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટના મહિલાએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૧૪: ધ્રોલના જાયવા ગામમાં આવેલી સંયુક્ત માલિકીની એક જમીનમાં સહહિસ્સેદારોના નામ કમી કરાવી નાખવા માટે એક હિસ્સેદારના પુત્રએ વારસાઈ નોંધ કરાવ્યા પછી બનાવટી સોગંદનામું રજૂ કરી હક્ક કમી માટે તજવીજ કરતા માહિતી અધિકારના કાયદા હેઠળ મંગાયેલી વિગતમાં તેનો પર્દાફાશ થયો છે. રાજકોટના એક મહિલાએ પોતાના પિતરાઈ ભાઈ સામે પોલીસમાં રાવ કરી છે.
રાજકોટના ગોંડલ રોડ પર રામનગરમાં રહેતા વીણાબેન ભરતભાઈ ચાવડા નામના મહિલાએ પોતાના પિતરાઈ ભાઈ અમિત મધુસુદન ઠકરાર સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ અમિતભાઈના પિતા તેમજ વીણાબેનના પિતા રમણીકલાલ ઠકરારની ધ્રોલ તાલુકાના જાયવા ગામના સર્વે નં.૮૬૩માં જમીન આવેલી છે. તે જમીન પોતાના નામે કરી લેવા તેમજ વીણાબેન અને અન્ય વ્યક્તિઓના નામ તે જમીનના કાગળોમાંથી કમી કરાવી નાખવા માટે અમિતે તજવીજ શરૂ કરી હતી.
તે માટે અમિતે જુદા જુદા સાત વ્યક્તિના નામનું બોગસ ચૂંટણીકાર્ડ તૈયાર કરાવી રૂ. ૨૦ના સ્ટેમ્પ પર સોગંદનામુ બનાવી તેને ધ્રોલની મામલતદાર કચેરીમાં રજૂ કરી દીધા હતા. આ બાબતની વીણાબેનને જાણ થતાં હાલમાં સાસરે રહેતા આ મહિલાએ ફરિયાદ નોંેંધાવી છે. ધ્રોલના પીએસઆઈ પી.જી. પનારાએ આઈપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ નામ કમીની કાર્યવાહી દરમિયાન બોગસ વારસાઈ નોંધ કરાવી લેવાઈ હતી તેની નોટીસ નહીં બજતા બીજી વખત સોગંદનામુ કરી નોટીસ માટે તજવીજ થઈ હતી પરંતુ તે બાબતની વીણાબેનને ગંધ આવતા તેઓએ માહિતી અધિકારના કાયદા હેઠળ તેની વિગતો મેળવતા ઉપરોક્ત કૌભાંડ બહાર આવ્યું છે. વારસાઈ માટે રજૂ કરાયેલા કાગળોમાં મુકવામાં આવેલા ચૂંટણીકાર્ડમાં સાત કાર્ડમાં એક જ વ્યક્તિનો ફોટો મુકાયો હતો અને તેના નામ જુદા જુદા લખાયા હતા. તેમ જાણવા મળી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial