Advertisement
Author: નોબત સમાચાર

જમીનનો વધુ ભાવ આપવાનું કહી વૃદ્ધ પાસે સોદાખતમાં સહી કરાવી છેતરપિંડી

વૃદ્ધના ભીવંડીમાં રહેતા પુત્રએ નોંધાવી ફરિયાદઃ

જામનગર તા. ૧૪: ખંભાળિયાના મોટા આંબલા ગામમાં એક વૃદ્ધને તેઓની જમીન અંગે વધુ ભાવ આપવાનું કહી એક શખ્સે ઓછા ભાવમાં સોદાખત કરાવી લેતાં આ વૃદ્ધના ભીવંડીમાં રહેતા પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડી આચરવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

ખંભાળિયા તાલુકાના મોટા આંબલા ગામના વતની અને હાલમાં મહારાષ્ટ્રના ભીવંડીમાં કે.ટી. હાઈટ્સમાં વસવાટ કરતા ભૂપેન્દ્રભાઈ વેલજીભાઈ નગરીયા (ઉ.વ.૬૨) નામના જૈન વૃદ્ધે નાના આંબલા ગામના ઈકબાલ કાસમ ગજણ સામે વાડીનાર પોલીસ મથકમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ભૂપેન્દ્રભાઈના વૃદ્ધ પિતાએ કેટલાક સમય પહેલાં ઈકબાલ કાસમને પોતાની મોટા આંબલા ગામમાં આવેલી જમીન વાવવા માટે આપી હતી. તે પછી બંધાયેલા સંબંધનો ફાયદો ઉઠાવી વેલજીભાઈને વિશ્વાસમાં લીધા હતા અને આ જમીન વેચી નાખો તો મોટી રકમ મળશે તેમ જણાવી એક વીઘાના રૂ. સાડા ત્રણ લાખ લેખે સોદો કર્યાે હતો.

ત્યારપછી રૂ. સાડા ત્રણ લાખ વીઘાના આપવાની મોખીક વાત કર્યા પછી ઈકબાલ કાસમે જાન્યુઆરી ૨૦૨૩માં સોદા ખત કરાવ્યો હતો જેમાં એક વીઘાના રૂ. અઢી લાખ દર્શાવી વેલજીભાઈની સહી કરાવી લીધી હતી. તેની જાણ થતાં ભૂપેન્દ્રભાઈએ છેતરપિંડી આચરવા અંગે ઈકબાલ કાસમ ગજણ સામે રાવ કરી છે. પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh