Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકીય નેતાઓ સમક્ષ કરેલી રજુઆતો પછી પણ સેન્ટર લાઈન મુજબ કામનો પ્રશ્ન અદ્ધરતાલ...!
ખંભાળીયા તા. ૧૪: ખંભાળીયાના ધરમપુરમાં સવા કરોડના ખર્ચે બની રહેલા રસ્તાના કામ અંગે સેન્ટર લાઈનમાંથી કામના થતું હોય કામની વિસંગતતા અંગે ફરિયાદ ગ્રામજનોએ કર્યા પછી આ મામલો ડીઆઈએલઆરમાં ગયો છે. પીડબ્લ્યુડી તંત્ર તેમના દેખરેખ મુજબ સેન્ટર લાઈનથી કામ કરતું હોવાનું બહાર આવતા ગ્રામજનો દ્વારા સામૂહિક રીતે ફરિયાદ કરીને મધ્યરેખાથી કામ થવાના બદલે ઉત્તરબાજુ ઘણી બધી જગ્યા રહે તેમ તથા દક્ષિણ બાજુ માત્ર થોડી જગ્યા રહે તેવું બાંધકામ રસ્તાનું થતું હોય મધ્યરેખા નક્કી કરીને રસ્તો બનાવવાની માંગ સાથે જિલ્લા કલેકટર, સાંસદ, ધારાસભ્ય તથા ઈજનેરને લેખીત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમ છતાં સેન્ટર લાઈનનો મુદ્દો હજુ પણ અદ્ધરતાલ જ રહ્યો છે.
એક માસથી કામ બંધ
બેડીયાવાડીનો રસ્તો બનાવવા માટે ગત ૧૬-૩-ર૪ના બી.ડી. સોરઠીયા એન્ડ કાું. ને બજાર કરતા ૩૮ ટકા ઉંચા ભાવે ટેન્ડર મંજુર કરીને છ માસમાં કામ પૂરૃં કરવા હુકમ કરાયો હતો જેની મુદ્દત ૧૬-૯ ના પૂરી થાય એટલે કે એક માસ પછી અને હજુ માત્ર રસ્તો જ ખોદકામ બોકસ કટીંગ થયું છે. એક માસથી આ રસ્તાનું કામ બંધ હોય અને લોકો પરેશાન થતા હોય ફરિયાદો થતાં ના.કા.ઈ. પીડબલ્યુડીના શીંગરખીયાએ એસ.ઓ. સાથે સ્થળ તપાસ કરીને બે દિવસમાં કામ ચાલુ કરવા આદેશ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial