Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુગારના આઠ દરોડામાં રૂપિયા આઠેક લાખનો મુદ્દામાલ કબજે કરાયોઃ
જામનગર તા. ૧૪: જામજોધપુરના વાંસળીયામાં ગઈરાત્રે એક મકાનમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડતા એક મહિલા સહિત દસ જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસને જોઈને છ પલાયન થઈ ગયા હતા. રૂ. ૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. નહેરૂનગરમાં ચાર મહિલા સહિત છ જુગાર રમતા મળી આવ્યા હતા. તે ઉપરાંત અન્ય છ દરોડામાં પાંત્રીસ શખ્સને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા.
જામજોધપુરના વાંસ જાળીયા ગામમાં એક મકાનમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી પીઆઈ વાય.જે. વાઘેલા તથા સ્ટાફે એક વાગ્યે પરેશ ભગવાનજી પરેચા નામના શખ્સના મકાનમાં દરોડો પાડતા ત્યાં નાલ આપીને ગંજીપાના કૂટી રહેલા અમિત રમેશભાઈ ડાભી, રણજીત દુદાભાઈ ઓડેદરા, રાજુ ભીખુભાઈ મોઢવાડીયા, કેશુભાઈ વજશીભાઈ આગઠ, અજાભાઈ જીવાભાઈ મોરી, રાજુ રામાભાઈ મોઢવાડીયા, અજીમ સદરૂદ્દીન મુલાણી, નાગાજણ ભીમાભાઈ ઓડેદરા તથા અલ્પાબેન સંજયભાઈ ચાવડા નામના વ્યક્તિઓ મળી આવ્યા હતા. પોલીસને જોઈને પોલા વરજાંગ મોરી, રાજન નાગાજણ ઓડેદરા, પરબત કોડીયાતર, રાજુ કારા ચાવડા, પ્રકાશ બહાદુર બરડાઈ ઉર્ફે પિન્ટુ ખોજા, સામત મોઢવાડીય નામના છ શખ્સ નાસી ગયા હતા.
એક મહિલા આરોપી સહિત ૧૬ સામે પોલીસે જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે. પટમાંથી રૂ. ૬૪૫૦૦ રોકડા, ૧૨ મોબાઈલ, એક મોટર, એક બાઈક મળી કુલ રૂ. ૭ લાખ ૧૧ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. નાસી ગયેલા છએય શખ્સના સગડ દબાવાયા છે.
જામનગરના અંધાશ્રમ આવાસ પાછળ આવેલા નહેરૂ નગરની શેરી નં.૧માં ગઈરાત્રે જામેલા જુગાર પર પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાં ગંજીપાના કૂટી રહેલા જીતુભા ઈન્દ્રજીતસિંહ ગોહિલ, રવિ સુરેશભાઈ લાલવાણી, લલીતા બેન કેશુભા રાઠોડ, શારદાબેન રામજીભાઈ લાલવાણી, ગીતાબેન કૌશિક ચારોલા, ગીતાબેન લાલજીભાઈ દેત્રોજા નામના છ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ. ૧૦૨૦૦ રોકડા કબજે કર્યા છે.
જામનગરના શંકરટેકરી વિસ્તાર પાસે રામનગરમાં ગઈરાત્રે તીનપત્તી રમતા જીતેન્દ્ર રમેશભાઈ નાખવા, ધીરેન પ્રવીણભાઈ રાઠોડ, ચિરાગ મહેન્દ્રભાઈ ગોરી, અશ્વિન જીતેન્દ્રભાઈ નાખવા, પ્રકાશ ગોવિંદભાઈ પરમાર, દીપક જીતેન્દ્રભાઈ નાખવા નામના છ શખ્સને પોલીસે પકડી લીધા હતા. પટમાંથી રૂ. ૧૦૬૬૦ કબજે કરાયા છે.
લાલપુર તાલુકાના બબરજર ગામમાં ગઈકાલે રાત્રે જુગાર રમી રહેલા દિલીપ પરસોત્તમભાઈ પાઠક, ગોવિંદ વલ્લભભાઈ પાઠક, અનિલ રાયદેભાઈ બંધીયા, દિનેશ ગોવાભાઈ લાખોત્રા, ખીમાભાઈ ભાયાભાઈ ચાવડા નામના પાંચ શખ્સને લાલપુર પોલીસે પકડી પાડ્યા હતા. પટમાંથી રૂ. ૧૨૧૫૦ કબજે કરવામાં આવ્યા છે.
જામનગર નજીકના ખીલોસ ગામમાં ગઈકાલે સાંજે રોનપોલીસ રમતા હનીફ સતારભાઈ બાબી, જયંતિ ભાઈ ત્રિકમભાઈ વાઘેલા, નયન પ્રવીણભાઈ વાઘેલા, મનસુખભાઈ વાલદાસ મકવાણા, વસંત વાલદાસ મકવાણા, અબ્દુલ કાદર યુનુસ બાબી નામના છ શખ્સને પોલીસે રૂ. ૨૭૩૫૦ રોકડા સાથે પકડી લીધા છે.
કાલાવડ તાલુકાના નાની વાવડી ગામમાં નદીના કાંઠે ગઈકાલે સાંજે જુગાર રમી રહેલા સંદીપ વસરામભાઈ ખરા, મુળાભાઈ અમરાભાઈ રાતડીયા, નરેશ રામજીભાઈ બથવાર, દિનેશ અમરાભાઈ રાતડીયા, સાગર બધાભાઈ રાતડીયા નામના પાંચને કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના સ્ટાફે બે મોબાઈલ તથા રૂ. પ૭૩૦ રોકડા સાથે પકડી લીધા હતા.
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં ગઈરાત્રે ગંજીપાના કૂટતા બધાભાઈ કાનાભાઈ સરવૈયા, પ્રફુલ મનસુખભાઈ સાથલપરા, લલીત કાનાભાઈ સરવૈયા, અનિલ રતીલાલ વરાણીયા, રમેશભાઈ વિરમભાઈ રાઠોડ, દિનેશ મનજીભાઈ સરવૈયા નામના છ શખ્સ મળી આવ્યા હતા. રૂ. ૧૧૮૦૦ પટમાંથી કબજે કરાયા છે.
ધ્રોલ તાલુકાના નથુવડલા ગામની કોબુ સીમમાં ગઈરાત્રે તીનપત્તી રમતા કરણા ડાયાભાઈ મેવાડા, હસમુખ અમરશીભાઈ કગથરા, રાહુલ રાજેશભાઈ કબીરા, રૂડાભાઈ ડાયાભાઈ બાંભવા, અશ્વિન જમનભાઈ તંબોલીયા, ઝાહીર લાલુભાઈ માવી, મીલીગ નેવજી બાંભણીયા નામના સાત શખ્સને પોલીસે દબોચી લીધા હતા. પટમાંથી રૂ. ૧૧૦૬૦ રોકડા તથા ટોર્ચબત્તી કબજે કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial