Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અબુધાબીમાં યોજાયેલ એવોર્ડ સમારોહમાં
જામનગરઃ ઈએમએફ ગ્લોબલ દ્વારા આયોજીત ઈવેન્ટ મેનેજમેન્ટ સંલગ્ન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સને એવોર્ડ સન્માન સમારોહમાં જામનગરના યુવા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર અને જામનગરની 'ઈ૯' ઈવેન્ટ મેનેજમેન્ટના સંચાલક પરાગ વોરાને પ્રતિષ્ઠિત ત્રણ-ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયા છે. તેમણે જામનગર તથા ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.
અબુધાબીના ઐમીરેટ્સ પેલેસ અને ફેરારી વર્લ્ડના ભવ્ય હોલમાં વિશ્વ પ્રસિદ્ધ ઈવેન્ટ મેનેજમેન્ટ સંસ્થા ઈએમએફ ગ્લોબલ દ્વારા યોજાયેલા એવોર્ડ સમારોહમાં ભારતભરમાંથી ૭૦૦ થી વધુ ઈવેન્ટ મેનેજરો ઉપસ્થિત રહ્યાં હતાં.
જેમાં જામનગરના 'ઈ૯' ના પરાગ વોરાને બેસ્ટ ડેકોર, બેસ્ટ પ્રોડકશન હાઉસ અને બેસ્ટ કોન્ટેક્ટ કોર્પોરેટ પ્રોગ્રામ એમ ત્રણ-ત્રણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. આ એવોર્ડ અબુધાબીના રાજવી શેખ ફેમીલીના સભ્યો, ઉદયપુર-મેવાડના યુવરાજ લક્ષ્યરાજસિંહજી તથા હિન્દી ફિલ્મ જગતના જાણીતા અભિનેત્રી મઈલકા અરોરાના હસ્તે આપવામાં આવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, પરાગ વોરા અને તેમના પત્ની અંકિતા વોરા છેલ્લા દસ વર્ષથી ઈવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે કાર્યરત છે. ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના મહાનુભાવોના કાર્યક્રમોમાં ઈવેન્ટ મેનેજમેન્ટમાં સહભાગી થઈ એન્કરની જવાબદારી સંભાળી હતી. પ૦૦ થી વધુ જાજરમાન લગ્ન સમારંભોનું આયોજન કર્યુ છે. ૩૦૦૦ થી વધુ કાર્યક્રમોમાં પરાગ વોરા ઉદ્ઘોષક તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. આ ઉપરાંત ભારતમાં ઉદયપુર, ગોવા તથા વિદેશમાં જોર્ડનમાં ડેસ્ટીનેશન વેડીંગના આયોજન પણ સફળતાપૂર્વક કર્યા છે. તાજેતરમાં જ જામનગરમાં અંબાણી પરિવારના અનંત-રાધિકાના પ્રીવેડીંગ ફંકશનમાં એરપોર્ટના વીવીઆઈપી લોન્જમાં અને મિડીયાની જવાબદારી સારી રીતે નિભાવી હતી.
આ ઉપરાંત જામનગરમાં સ્પેશ્યલ રેસ્ટ્રો (એરપોર્ટ રોડ), વિલીયમ જોન્સ પીઝા (ગ્રીન સિટી) અને આર્ય ભગવતી (રિલાયન્સ રોડ) નામના ત્રણ રેસ્ટોરન્ટ ધરાવે છે, અને ઉત્તમ ક્વોલિટીના કેટરીંગની સેવા પણ પૂરી પાડવામાં આવે છે.
મીકેનીકલ એન્જિનિયર અને એલ.એલ.બી.ની પદવી સાથેના યુવાન પરાગ વોરાએ આર.જે. તરીકે તથા પ્રાઈમ ટાઈમ ન્યુઝ એન્કર તરીકે પણ કામ કર્યુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial