Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વતંત્રતા દિવસ જેલમાં જ ઉજવવો પડશેઃ
નવી દિલ્હી તા. ૧૪: આજે સુપ્રિમ કોર્ટે કેજરીવાલના જામીન મંજુર કર્યા નથી, અને બીજા પક્ષને સાંભળીને જ નિર્ણય લેવાનું ઠેરાવી આગામી સુનાવણી ર૩ ઓગસ્ટે રાખી છે. આમ હવે કેજરીવાલને સ્વતંત્રતા દિવસ જેલમાં જ ઉજવવો પડશે.
સુપ્રિમ કોર્ટે લિકર પોલિસી કેસમાં ફસાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર જોરદાર ઝટકો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતા આ મામલે આગામી સુનાવણી ર૩ ઓગસ્ટ નક્કી કરી દીધી છે.
સુપ્રિમ કોર્ટના જજે કહ્યું કે, અમે આ મામલે બીજા પક્ષને પણ સાંભળવા માગીએ છીએ અને એના પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે.
આવતીકાલે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ઉજવણી થવાની છે અને આ પહેલા જ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને આશા હતી કે તેમને પણ મનિષ સિસોદિયા અને સંજયસિંહની જેમ સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવશે, પરંતુ એવું ન થયું અને તેમની આશા પર પાણી ફરી વળ્યું.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા સુપ્રિમ કોર્ટે ઈડીના કેસમાં અરવિંજ કેજરીવાલને પહેલા જ જામીન આપી દીધા હતાં, પરંતુ સીબીઆઈ દ્વારા દાખલ કેસને કારણે તેમણે ફરી જેલમાં જ રહેવાનો વારો આવ્યો હતો. કેજરીવાલ પર કથિત લિકર પોલિસીમાં કૌભાંડ આચરવાનો આરોપ છે. સીબીઆઈ અને ઈડી દ્વારા તેમને કથિત કૌભાંડના માસ્ટર માઈન્ડ ગણાવાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial