Advertisement
Author: નોબત સમાચાર

મકાનમાં ચાલતા જુગારના અખાડા પર દરોડોઃ ત્રણ મહિલા અડધાં લાખથી વધુની રકમ સાથે ઝડપાયા

અન્ય ચાર દરોડામાં ચૌદ પત્તાપ્રેમી પકડાયાઃ

જામનગર તા.૫: જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં જામેલા જુગાર પર પોલીસે દરોડો પાડી ત્રણ મહિલા સામે ગુન્હો નોંધ્યો છે. ત્યાંથી ₹ ૫૪,૯૦૦ રોકડા કબજે કરાયા છે. જ્યારે મોટી ખાવડી, વસઈ, જોડિયાના પીઠડ તથા કાલાવડના પીઠડિયા-૪માં જુગારના દરોડામાં ચૌદ પત્તાપ્રેમી ઝડપાયા છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા અખાડા ચોકમાં એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી સિટી-બી ડિવિઝનના બળભદ્રસિંહ, મયુરસિંહ, જયદીપસિંહને મળતા ગઈકાલે સાંજે પીઆઈ એચ.પી. ઝાલાની સૂચનાથી પીએસઆઈ ડી.બી. લાખણોત્રા તથા સ્ટાફે ત્યાં આવેલા મેમુનાબેન અયુબખાન બ્લોચના મકાનમાં દરોડો પાડ્યો હતો.

આ મકાનમાં નાલ ઉઘરાવી જુગાર રમાડતા મેમુનાબેન અને જુગાર રમતા રૂકસાનાબેન કાસમભાઈ હિંગોરા, હુસેનાબેન સલીમભાઈ મહુરા નામના મહિલા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી ₹ ૫૪,૯૦૦ રોકડા, ગંજીપાના કબજે કર્યા છે.

જામનગર તાલુકાના વસઈ ગામમાં ધણશેર ચોકમાં ગઈકાલે સાંંજે જાહેરમાં ગંજીપાના કૂટતા હરેશ કારાભાઈ પરમાર, કિશોર મગનભાઈ ચૌહાણ, રણજીત વરજાંગભાઈ પંડત નામના શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. પટમાંથી ₹ ૧,૩૬૦ રોકડા કબજે કરાયા છે.

જોડિયા તાલુકાના પીઠડ ગામના દલિતવાસમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમી રહેલા આમીન અબ્રાહમ અમોરા, હરજી જેઠાભાઈ પડાયા, ગેલા ગોવિંદભાઈ પડાયા નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી ₹ ૬૨૮૦ રોકડા ઝબ્બે લીધા છે.

કાલાવડ તાલુકાના પીઠડીયા-૪ ગામમાં ગઈકાલે રાત્રે તીનપત્તી રમતા હેમત ખોડાભાઈ વરણ, રાહુલ મુકેશભાઈ વરણ, ચિરાગ વિનોદભાઈ મકવાણા, શુભમ દેવજીભાઈ વરણ, હિતેશ મુકેશભાઈ વરણ નામના પાંચ શખ્સને પોલીસે પકડી લીધા હતા. પટમાંથી ₹ ૨૧૭૦ મળી આવ્યા હતા.

જામનગર તાલુકાના મોટી ખાવડી ગામના આંબાવાડી વિસ્તારમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના કૂટતા વિજય બાબુભાઈ સોલંકી, ભૂપત નાગજીભાઈ વિકાણી, ચીનુભાઈ નાગજીભાઈ વિકાણી નામના ત્રણ શખ્સને પોલીસે દરોડો પાડી ઝડપી લીધા હતા. પટમાંથી ₹ ૧૦,૧૦૦ રોકડા કબજે થયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh