Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કંપનીના એમ.ડી.એ ભાઈ-ભાભી સહિત ત્રણ સામે કરી રાવઃ
જામનગર તા.૫ ઃ જામનગરની ઓશિયાનીક ફૂડ્સ નામની જાણીતી પેઢીને હડપી જવા અંગે તે પેઢીના એમ.ડી.એ પોતાના ભાઈ, ભાભી સહિત ત્રણ સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. આ ત્રણેયે કાવાદાવા કરી, બોગસ દસ્તાવેજથી છેતરપિંડી કરી ગુન્હાહિત કાવતરૃ રચ્યાની રાવ કરાઈ છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી જાણીતી ઓશિયાનીક ફૂડ્સ લિ. નામની કંપનીના મેનેજિંગ ડીરેક્ટર અને અમદાવાદમાં રહેતા તુલનભાઈ વિનોદરાય પટેલે કંપનીના ચેરમેન અને ડીરેક્ટર એવા પોતાના ભાઈ અજેશ પટેલ, ભાભી ફોરમબેન, સીએફઓ શ્રીનિવાસ અનિલ જાની સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં તેઓએ જણાવ્યા મુજબ ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓએ કંપનીનો વહીવટ તથા કબજો મેળવી લેવા કાવાદાવા કરી કંપનીને આર્થિક નુકસાની કરી છે.
કંપનીના ઓલટાઈમ ડીરેક્ટર અજેશે બેઠક યોજી હતી તે બેઠક કોરમના અભાવે રદ્દ થઈ હતી. બીજી બેઠક વાંધા ના કારણે યોજાઈ ન હતી. તે પછી કંપનીનું મેઈલ આઈડી બંધ હોવાની તુલનભાઈને જાણ થઈ હતી અને અજેશે આઈડી પાસવર્ડ મેળવ્યા હોવાનું ખૂલ્યું હતું. કંપનીના એમડી અને સીઈઓ પદે કાયમ બનેલા અજેશે કંપનીના કોઈ માણસો રિપોર્ટ ન કરે તે માટે ચાંપતી નજર રાખ્યા પછી ગયા નવેમ્બર મહિનામાં બોર્ડ ઓફ ડીરેક્ટરની વર્ચ્યુઅલ બેઠક રાખી હતી. જેમાં વાર્ષિક રિપોર્ટ રજૂ થયો હતો અને સેક્રેટેરીયલ ઓડિટર તરીકે મૌલિક પટેલની નિમણૂક કરાયાનો ઠરાવ થયો હતો. જેમાં તુલનભાઈની ખોટી સહી કરાઈ હતી. તે પછી અજેશ અને ફોરમે જુલીસ ફૂડ કંપની ઉભી કરી હતી અને તેનું પેમેન્ટ મેળવી બેંકમાં જમા કરાવ્યું હતું. તે પછી કંપનીનું ટ્રેડીંગ બીએસઈ પરથી ગયા ફેબ્રુઆરી મહિનામાં સસ્પેન્ડ થયું હતું. તેમ છતાં કેવીન સુભાષ દેલવાડીયા અને શ્વેતા કાનજીભાઈ પટેલને ઈનસાઈડર ટ્રેડીંગ કરાવાયું હતું.
આમ, તે પેઢીને હડપી જવા અંગે કાવાદાવા થતાં હોવાની ફરિયાદ થતાં સીઆઈડી ક્રાઈમે તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial