Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે સંતાને પિતા ગૂમાવ્યાઃ ત્રણ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા.૫ ઃ જામનગરના ખીજડા મંદિર પાસે ભંગારના વાડામાં મજૂરીકામે જતાં એક દંપતી પર વાડામાંથી પિત્તળ ચોરી જવાનો આક્ષેપ મુકાયા પછી તેના સમાધાનના રૃા.૫૦ હજાર મંગાતા નાસીપાસ થયેલા યુવાને ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે. આ યુવાનના બે સંતાને પિતાની છત્રછાયા ગૂમાવી છે. પોતાના પતિને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપનાર ત્રણ સામે પત્નીએ ફરિયાદ કરી છે.
જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી દલિત સમાજની વાડી પાસે રહેતા અને ખંભાળિયા નાકા નજીક ખીજડા મંદિરવાળી શેરીમાં ભંગારના વાડામાં મજૂરીકામે જતાં હરેશભાઈ મોહનભાઈ વાઘેલા નામના અનુસૂચિત જાતિના યુવાન સાથે તેમના પત્ની લીલાબેન પણ મજૂરીકામ કરવા જતાં હતા.
આ સ્થળે ભંગારનો વાડો ધરાવતા શંકરટેકરીવાળા આશિષ કિશોરભાઈ ભાનુશાળી, પારસ તથા બાપુ નામના ત્રણ શખ્સે મજૂરીકામે આવતા હરેશભાઈ પર વાડામાંથી રૃા.ર લાખનંુ પિત્તળ ચોરી જવા અંગે આક્ષેપ મૂકયો હતો. તેની સામે હરેશભાઈ તથા તેમના પત્ની લીલાબેને પિત્તળ ન ચોર્યાનું કહેવા જતાં આશિષ તથા પારસ અને બાપુ ચોરી અંગે કહેતા રહેતા હતા.
તે પછી સમાધાન પેટે રૃા.પ૦ હજાર આપી દે અથવા મરી જા તેમ કહેવાતા કંટાળી ગયેલા હરેશભાઈએ ગુરૃવારે બપોરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલા હરેશભાઈનું મૃત્યુ થયું છે. તેમના પત્ની લીલાબેને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભંગારના વાડાવાળા આશિષ તેમજ પારસ અને બાપુ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૦૬, ૧૧૪ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે. મૃતક હરેશભાઈ તથા લીલાબેનને સંતાનમાં નવ વર્ષનો પુત્ર અને આઠ વર્ષની બાળકી છે. આ બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગૂમાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial