Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેમ જેમ ચૂંટણી નજીક આવે છે, તેમ તેમ પ્રદેશ કોંગ્રેસમાં સંકલન વધી રહ્યું છે, ત્યારે
અમદાવાદ/નવી દિલ્હી તા. પઃ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતમાં રાજકીય હલચલ તેજ બની રહી છે, અને ભાજપ તથા કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણીઓને લઈને રણનીતિઓ ઘડાવા લાગી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણૂક પછી પ્રદેશ કોંગ્રેસમાં જુથવાદ ઘટી રહ્યો છે, અને હવે સંકલન વધી રહ્યું હોવાના અભિપ્રાયો વ્યક્ત થવા લાગ્યા છે, ત્યારે બીજી તરફ ગુજરાત પ્રદેશ ભાજપમાં છૂપો જુથવાદ વકરી રહ્યો છે, અને હવે તો સપાટી પર આવવા લાગ્યો છે, જે કેટલાક ઘટનાક્રમો પરથી ફલિત થાય છે.
એવું કહેવાય છે કે, ભાજપમાં ટાંટિયાખેંચ પ્રવૃત્તિ એટલી હદે વકરી ગઈ છે કે, ભાજપના નેતામાં અને કાર્યકરો પોતાના પ્રતિસ્પર્ધીઓને પછાડવા પત્રિકાયુદ્ધ, પોસ્ટર યુદ્ધ અને વિવિધ માધ્યમો મારફત કાવાદાવા કરી રહ્યા છે.
આમ તો આ પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી હશે, પરંતુ હવે સપાટી પર આવવા લાગી છે, કારણ કે હવે પત્રિકાયુદ્ધના મામલે પોલીસ કાર્યવાહી પછી ભાજપ દ્વારા લેવાઈ રહેલા શિસ્તભંગના પગલાં ઘણું ઘણું કહી જાય છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપરાંત કેટલાક ચોક્કસ નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભાજપના જ એક નેતાને પત્રિકા પ્રસિદ્ધ કરવાના મામલે એક તરફ કાનૂની કાર્યવાહી થઈ રહી છે, તો બીજી તરફ ઉમરપાડા, તરસાડીના કેટલાક હોદ્દેદારોને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે. સાંસદ ગણપત વસાવાના પર્સનલ આસિસ્ટન્ટ સહિતના ત્રણ નેતાઓ સામે લેવાયેલા શિસ્તભંગના પગલાંએ આંતરિક ટાંટિયાખેંચ બહાર લાવી દીધી છે.
આ આંતરિક ડખ્ખાઓની અસર માત્ર ગુજરાત સુધી સીમિત રહી નથી, પરંતુ રાષ્ટ્રીય હાઈકમાન્ડ સુધી હલચલ મચી ગઈ હોવાની વાતો વહેતી થઈ છે. કેટલાક શહેરોના કોર્પોરેટરો પણ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે વડોદરાના એક કોર્પોરેટરનું તો રાજીનામું પણ લઈ લેવામાં આવ્યું હોવાના અહેવાલો છે, જે ભાજપની આંતરિક ગડમથલની ગવાહી પૂરે છે.
વિચિત્ર વાત તો એ છે કે, રેતીચોરીના મુદ્દે એક અધિકારી સામે અવાજ ઊઠાવનારા છોટાઉદેપુરના એક હોદ્દેદારની તો હકાલપટ્ટી જ કરી દેવામાં આવી છે, હવે તો પાર્ટીના હોદ્દેદારો જ નહીં, કોર્પોરેટરો ધારાસભ્યો અને સાંસદ કક્ષાના પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ખુલ્લેઆમ પરસ્પર વિવાદિત નિવેદનો કે આક્ષેપો કરવા લાગ્યા છે, જેથી લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે પાર્ટીના આંતરિક અસંતોષને લઈને હાઈકમાન્ડ પણ ચિંતિત હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
એવા તટસ્થ અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે કે, ભાજપે ભરતી ઝુંબેશ હેઠળ વિપક્ષના ઘણાં નેતાઓ અને કાર્યકર્તાઓને પાર્ટીમાં જોડ્યા, અને તેઓને મહત્ત્વપૂર્ણ પદો તથા વિવિધ ચૂંટણીઓમાં ટિકિટો મળી, તેથી દાયકાઓથી નિષ્ઠાપૂર્વક કામ કરતા નેતાઓ તથા કાર્યકર્તાઓનો ઘેરો અસંતોષ હવે દબાયેલી સ્પ્રીંગની જેમ ઉછળવાની તૈયારીઓ છે.
બીજી તરફ કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ બદલ્યા પછી કોંગ્રેસમાં સંકલન અને નવી નેતાગીરીના કાર્યકરો પર પ્રભાવ વધી રહ્યો છે. હવે વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીને પણ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ હોવાના અહેવાલો છે. સુપ્રિમ કોર્ટમાં રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં મળેલી રાહત પછી કોંગીજનોમાં નવા જોમ અને જુસ્સાનો સંચાર પણ થયો છે. આ સંજોગોમાં પ્રદેશ કોંગ્રેસની જુથબંધી પીગળી પણ શકે છે, તેવો આશાવાદ તદ્ન અસ્થાને નથી, ઘણાં લોકો કટાક્ષમાં કહે છે કે હવે કોંગ્રેસની આંતરિક જુથબંધી અને યાદવાસ્થળી પક્ષપલટુઓ સાથે ભાજપમાં ટ્રાન્સફર થઈ ગઈ છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial