Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આચાર્યની ભરતી પ્રકરણમાં
.
.
.
ખંભાળીયા તા. પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં જિલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાળીયા દ્વારા જિલ્લામાં બાવીસ આચાર્યોની ભરતી પ્રક્રિયા એકદમ સરળ અને પારદર્શક વહીવટ સાથે કરી હતી, જેમાં ખંભાળીયા પાલિકા સંચાલિત દા.સું. ગર્લ્સ હાઈસ્કૂલમાં આચાર્યની ભરતીમાં ચાર ઉમેદવારોમાંથી સૌથી છેલ્લા ર૦૪૩ નંબરના મેરીટવાળા ઉમેદવારને વધુ ગુણ આપીને વિવાદ સર્જેલો તથા પાલિકાના સદસ્યોને કે મુખ્ય હોદ્દેદારોને વિશ્વાસમાં લીધા વગર માત્ર પ્રમુખે પોતાની મરજી મુજબ સૌથી ઓછા ગુણ મેરીટવાળાને પસંદ કરતા વિવાદ જાગેલો, તે બાબતે ખંભાળીયા પાલિકાના ઈમેઈલ-આઈડીમાંથી ગઈકાલે પત્રકારોને પાલિકાના લેટરપેડ અને કોઈની સહી વગર 'પ્રેસનોટ'ના મથાળાથી નનામો કાગળ મેઈલ થતા ભારે ચર્ચા જાગી હતી.
નબળા છેલ્લા ઉમેદવારને વધુ ગુણ આપીને લીધેલા આ અયોગ્ય પગલાને ઢાંકવા પ્રેસનોટમાં પાલિકાની દા.સું. ગર્લ્સ સ્કૂલની પસંદગી સમિતિના સભ્યોની કામગીરીને બિરદાવી અને જિ.શિ. તથા તેમની ટીમે અભિનંદન આપ્યાનું જણાવેલ પણ આ બાબતે જિ.શિ. કચેરીએ જણાવેલ કે, અમે કોઈ ટ્રસ્ટીને દા.સું.ની પસંદગી સમિતિને અભિનંદન નથી આપ્યા, માત્ર દરેક ટ્રસ્ટી સંચાલકનો ભરતી બદલ આભાર માન્યો હતો...!!
જે ઉમેદવાર સૌથી વધુ લાયકાત ધરાવતા હતા તેમનો પી.ટી. વિષય હોય, શાળામાં પી.ટી. શિક્ષકની જરૃરત ના હોવાથી ના લીધાનું જણાવેલ, પણ ડબલ ગ્રેજ્યુએટ આચાર્યોના ઈન્ટરવ્યૂ લેનારા દા.સું.ની પસંદગી સમિતિના પાલિકાના સદસ્યોને ખબર નથી કે આચાર્યની ભરતીમાં ઉમેદવારનો વિષય જોવાનો જ નથી તે નિયમ સરકારનો છે..!!
જિલ્લાના સંઘો પણ રાજકારણમાં ભળ્યા...!
પાલિકાના સદસ્યોને જાણ કે સંકલન વગર દા.સું. ગર્લ્સ હાઈસ્કૂલમાં થયેલ આ વિવાદીત ભરતીમાં ખરડાયેલા પાલિકા પ્રમુખને બચાવવા જિલ્લાના સંઘો પણ રાજકારણમાં ભળ્યા છે. જિલ્લા આચાર્ય સંઘ, સંચાલક મંડળ તથા જિલ્લા વહીવટી સંઘ ત્રણેયના હોદ્દેદારોએ સંયુક્ત રીતે આચાર્યની પારદર્શક ભરતી થયાની પત્રિકા સોશ્યલ મીડિયામાં વહેતી કરી છે. જેમાં જિલ્લામાં સૌથી વધુ લાયકાતથી પસંદ થયેલા ઉમેદવારોમાં દા.સું. ગર્લ્સ હાઈસ્કૂલના કંચનબેનની જણાવીને 'ક્લીનચીટ' તેમના તરફથી આપવા પ્રયાસ થયો છે, ત્યારે પ્રશ્ન થાય છે કે, રાજયના મેરીટમાં ર૮૪૩ માં નંબરે જે ઉમેદવાર હોય તેની સૌથી વધુ લાયકાત શું કામની...? સંઘો પણ સરકારની મેરીટ નીતિ નહીં સમજતા હોય...!!
આ ઉપરાંત પાલિકા પ્રમુખ તરફથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને ઉમેદવારોની પસંદગી સમિતિ માટે જે ત્રણ નામો મોબાઈલ નંબર સાથે અપાયા તે પત્રમાં પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેનના નામ સામે પૂર્વ પાલિકા પ્રમુખ શૈલેષભાઈ કણઝારીયાના મોબાઈલ નંબર અપાયેલા, પ્રમુખની સહી સાથેનો આ પત્ર 'ખોટા' નંબરવાળો ઘણું 'સાચું' કહી જાય છે...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial