Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાક લઈને આવતા મહિલાનો મોબાઈલ સેરવાયોઃ
જામનગર તા.૫ ઃ જામનગર નજીકના દડિયા ગામમાં વસવાટ કરતા ભાનુશાળી પરિવારના મકાનમાં ગુરૃવારની રાત્રે મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘૂસેલા તસ્કરે સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૃા.૪ લાખ ૬૧ હજારની મત્તા ઉસેડી લીધી છે. જ્યારે શાક લઈને આવતા મહિલાનો મોબાઈલ તફડાવાઈ ગયો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા દડિયા ગામમાં રહેતા અશ્વિનભાઈ વિનોદભાઈ નંદા અને તેમના પરિવારજનો ગુરૃવારની રાત્રે બેએક વાગ્યે મકાન બંધ કરીને અમદાવાદ દવાખાનાના કામે જવા માટે નીકળ્યા પછી શુક્રવારની સવાર સુધીમાં તેમના મકાનમાં ચોરી થઈ હતી. તે મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘૂસી ગયેલા તસ્કરે અંદરથી રૃા.૨ લાખ ૬૨ હજાર રોકડા, સોનાના સાડા ત્રણ તોલા વજનના દાગીના, રૃા.૨૪ હજારના ચાંદીના દાગીના મળી કુલ રૃા.૪ લાખ ૬૧ હજારની મત્તાની ચોરી કરી હતી. અશ્વિનભાઈએ પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ એમ.એ. મોરીએ તપાસ શરૃ કરી છે.
જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા ક્રિષ્ના પાર્કમાં રહેતા અનિલભાઈ કિશોરભાઈ વારા નામના યુવાનના પત્ની ગયા મંગળવારે બપોરે શાક લેવા માટે નીકળ્યા હતા. તે મહિલાએ શાક લીધા પછી તેની કોથળીમાં ઓપો કંપનીનો મોબાઈલ મૂક્યો હતો અને તે કોથળી સ્કૂટરમાં ટીંગાડી હતી. તે કોથળીમાંથી રૃા.૧૧ હજાર ઉપરાંતની કિંમતનો મોબાઈલ કોઈ શખ્સ કાઢી જતાં અનિલભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધી તે મોબાઈલના આઈએમઈઆઈ નંબર તેમજ સીમકાર્ડના નંબર વગેરે મેળવી તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial