Advertisement
Author: નોબત સમાચાર

પ્રદેશ ભાજપ મહામંત્રીના રાજીનામાથી રાજકીય ક્ષેત્રે ખળભળાટઃ જમીન કૌભાંડે લીધો ભોગ?

તર્કવિતર્ક, ખુલાસા અને અટકળોનું બજાર ગરમઃ

વડોદરા તા. પઃ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હોવાનો પાર્ટી દ્વારા સ્વીકાર કરાયા પછી રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. એવી ચર્ચા છે કે જમીન કૌભાંડનો ભાંડો ફૂટતા તેમના હોદ્દાનો ભોગ લેવાયો છે.

ગુજરાત ભાજપના મોટા નેતાએ રાજીનામું ધરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દેતા ભાજપમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે, ત્યારે પ્રદીપસિંહે ૭ દિવસ પહેલા રાજીનામું આપ્યાનું બીજેપીના રાષ્ટ્રીય સંગઠન નેતાએ સ્વીકાર્યું હોવાના અહેવાલો વહેતા થયા છે. પ્રદીપસિંહ દક્ષિણ ઝોનના સંગઠન મહામંત્રી હતાં. તેઓ કમલમ્ કાર્યાલયનો કારભાર સંભાળતા હતાં.

પ્રદીપસિંહના રાજીનામાની છેલ્લા ચાર-પાંચ દિવસથી જોરશોરથી ચર્ચા રાજકીય ક્ષેત્રે ચાલી રહી હતી. છેવટે સમર્થન મળતા રાજીનામું ધરી દીધું છે. પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી સાત દિવસ પહેલા જ રાજીનામું આપી દીધાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, ભાર્ગવ ભટ્ટ પછી વધુ એક અસરકારક નેતાનો ભોગ લેવાયો હોવાની ચર્ચા નેતાઓમાં ચાલી રહી છે. ગુજરાત ભાજપમાં ચાલી રહેલી ખેંચતાણ પાછળ કોણ જવાબદાર? આ સવાલનો જવાબ બધા જાણે છે, પણ કોઈ બોલવા તૈયાર નથી. એવી પણ ચર્ચાએ જોર પકડતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તાજેતરમાં જ પીએમ મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન પ્રદીપસિંહ વાઘેલાએ તેમની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી તેમણે રાજીનામું આપ્યાની ચર્ચા છે.

ભાજપમાં છેલ્લા ઘણાં વર્ષોથી કામ કરી રહેલા પ્રદીપસિંહ વાઘેલા હવે ટાર્ગેટ થઈ રહ્યા છે. ગઈકાલે કમલમ્માંથી વનવાસ અને પ્રતિબંધની ચાલેલી ચર્ચાઓ વચ્ચે આજે મોટો ખુલાસો એવો છે કે પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી સાત દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું છે. ભાર્ગવ ભટ્ટ પછી વધુ એક અસરકારક નેતાનો ભોગ લેવાયો છે.

પ્રદીપસિંહ વાઘેલાને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ તેમણે કહ્યું હતું કે, હું અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીશ. આ ઉપરાંત તેમણે કમલમ્માં પ્રવેશબંધીની વાતને નકારતા કહ્યું કે, આ પ્રકારની વાતો સદંતર ખોટી. આ પ્રકારની કોઈ પ્રવેશબંધીની કોઈ વાત થયેલી નથી. કમલમ્માં આજે પણ જવાનો છું અને કાલે પણ જઈશ, એ મારૃ બીજું ઘર છે.

સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ જમીન કૌભાંડને લઈ ભાંડો ફૂટતા રાજીનામું લેવાયું છે. પાર્ટીમાં જમીન કૌભાંડની અને અનેક બીજી ફરિયાદ મળી હતી, જેમાં અમુક પાર્ટીના નેતા અને કાર્યકરોને અવગણનાની ફરિયાદ પણ મળી હતી. આ ફરિયાદો દિલ્હી પહોંચી અને રાજીનામું લઈ લેવા આદેશ અપાયો હોવાનું કહેવાય છે.

તેમણે પત્રિકા વિવાદ મામલે કહ્યું કે, મારા થકી પ્રદેશ અધ્યક્ષને પણ ટાર્ગેટ કરાઈ રહ્યા છે. જે પત્રિકા વિવાદ સુરતમાં શરૃ થયું છે એવું જ પત્રિકા યુદ્ધ અમદાવાદમાં પણ ચાલી રહ્યું છે. હજુ આ પ્રકારમાં મોટા માથાઓ સંડોવાયેલા છે. આ સિવાયના ઘણાં નેતાઓ પણ પત્રિકા વિવાદમાં જોડાયેલા છે.

પ્રદીપસિંહ વાઘેલા માટે એવું કહેવાય છે કે, એમને પત્રિકા વિવાદ વિરૃદ્ધમાં એસઓજીમાં ફરિયાદ કરી હતી, જેની તપાસ પણ ચાલી રહી છે. આગામી દિવસોમાં આ મામલે નવા નામો સામે આવવાની સંભાવના છે. આ ઉપરાંત એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે ગુજરાત ભાજપમાં ચાલી રહેલી ખેંચતાણ પાછળ કોણ જવાબદાર છે આ સવાલનો જવાબ બધા જાણે છે, પણ કોઈ બોલવા તૈયાર નથી!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh