Advertisement
Author: નોબત સમાચાર

આંતરરાષ્ટ્રીય એરીથમેટિક સ્પર્ધામાં અલોહા એશ્યોર એકેડમીને ચાર એવોર્ડ

જામનગરની શૈક્ષણિક સંસ્થાએ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યુંઃ

જામનગર તા. પઃ જામનગરમાં ૧૯ વર્ષથી કાર્યરત અને શહેરનું પાયોનિયર સેન્ટર અલોહા એશ્યોર એકેડમી કે જે એક્સલેન્સી માટે જાણીતું છે તેમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓ સ્ટેટ, નેશનલ તેમજ ઈન્ટરનેશનલ લેવલ પર પહોંચી પોતાની પ્રતિભાને સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરી ચૂક્યા છે.

તારીખ ૩૦ જુલાઈ ર૦ર૩ ના આવી જ એક આંતરરાષ્ટ્રીય કોમ્પિટીશન મલેશિયા કવાલાલુંપુરમાં યોજાઈ હતી. આ કોમ્પિટીશનમાં પાંચ મિનિટમાં ૭૦ અઘરા દાખલાઓ કરી જામનગર, ગુજરાતનો વિદ્યાર્થી રવિ પરમારએ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયશીપ મેળવી ભારતનું ગૌરવ વધાર્યું, તેમજ આ કોમ્પિટીશનમાં માસ્ટર પ્રફુલ પરમાર ફર્સ્ટ રનર અપ અને માસ્ટર તત્સમ રાયચુરા ફર્સ્ટ રનરઅપનો ખિતાબ મેળવી ઝળકી ઊઠ્યા હતાં. વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ખૂબ જ અઘરા એવા ૭૦ દાખલાઓ ફક્ત પાંચ મિનિટના સમયગાળામાં કરી બતાવવાના હતાં. જામનગરના વિદ્યાર્થીઓએ તેમની અસાધારણ ગણતરી અને સ્પીડ માટે મહાનુભાવો દ્વારા પ્રશંસા મેળવેલી હતી.

અલોહા એશ્યોર એકેડમી જોલી બંગલો સેન્ટરના વિદ્યાર્થી આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચી જામનગર સહિત સમગ્ર ભારતનું નામ રોશન કરવામાં સફળ રહ્યા છે. જામનગરની શૈક્ષણિક સંસ્થા એશ્યોર એકેડમી સમગ્ર ગુજરાતમાં ટેકનિકલ તેમજ એડમિનિસ્ટ્રેશન માટે સતત ૧૯ વર્ષથી ટોપ પર રહેતી આવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યારે જામનગરના વિદ્યાર્થીઓ ઝળકે ત્યારે આપણાં સૌ માટે ખૂબ જ ગૌરવની બાબત કહી શકાય.

મલેશિયામાં સ્પર્ધામાં હાજર રહી એશ્યોર એકેડમીના મેનેજીંગ ડાયરેક્ટર ઉદય કટારમલએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરૃં પાડ્યું હતું. અલોહા કંપનીના ફાઉન્ડર મીસ્ટર લોહ મોન સંગ દ્વારા એશ્યોર એકેડમીના ડાયરેક્ટર ઉદય કટારમલને મેન્ટલ એરીથમેટિક ફીલ્ડમાં યોગદાન બદલ એપ્રિસિએટરી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તર પર જતા પહેલા જામનગરના અગ્રણીઓ દ્વારા રૃબરૃ મુલાકાત લઈ પ્રોત્સાહન પૂરૃં પાડવામાં આવ્યું હતું. ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરપર્સન મનિશભાઈ, શિક્ષણ સમિતિના મનિશભાઈ કનખરા, શ્રીમતી ડીમ્પલબેન સહિતના મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક શબ્દો દ્વારા તેમની તૈયારીઓ માટે બીરદાવ્યા હતાં.

વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે અલોહા એશ્યોર એકેડમીની સમગ્ર ટીમ સેન્ટર મેનેજર ચાંદની શાહ, સિનિયર કોર્સ ઈન્સ્ટ્ક્ટર નિલા ઝિંઝુવાડિયા, કાઉન્સેલર કિંજલ ત્રિવેદી તથા કોર્સ ઈન્સ્ટ્ક્ટર રિદ્ધિ પારેખે જહેમત ઊઠાવી હતી.

વધુ વિગત મેળવવા માટે મો. ૯૮૯૮૧ ૯૯૯પ૮, ૯૯ર૪૧ ૯૯૯પ૮ અથવા રપ૬૭૩૭૩ નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh