Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મે મહિનાથી ભભૂકતી હિંસાની આગ ઠંડી પડવાનું નામ લેતી નથીઃ સુરક્ષાદળો-હુમલાખોરો વચ્ચે અથડામણ
ઈમ્ફાલ તા. ૫ઃ મણીપુરમાં ફરીથી હિંસાની આગ ફાટી નીકળી છે. કુકી સમુદાયના ઘણાં ઘરો સળગાવી દેવાયા છે, જ્યારે બફર ઝોન ક્રોસ કરવાની કોશિષ કરી રહેલ મૈતઈ સમુદાયના હુમલાખોરોને અટકાવવા જતા સુરક્ષાદળો સાથે ઘર્ષણ થતા ગત્ મોડી રાત્રે થયેલી અથડામણમાં એક જવાન શહીદ થયો છે. આ હિંસામાં ર૪ કલાકમાં અન્ય ત્રણ લોકો પણ માર્યા ગયા હોવાનું જાણવા મળે છે.
મણિપુરમાં છેલ્લા ર૪ કલાકથી સુરક્ષા દળો અને મૈતેઈ સમુદાય વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતાં. આ હિંસક અથડામણો ટેરાખોંગસાંગબી કાંગવે અને થોરબુંગમાં થઈ હતી. આ વિસ્તાર કુકી-મૈતેઈ વચ્ચેની સરહદ છે, જેને બફર ઝોન કહેવામાં આવે છે. હુમલાખોરો બફર ઝોન પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતાં, જ્યારે સુરક્ષા દળોએ રોક્યા તો તેમની વચ્ચે અથડામણ શરૃ થઈ ગઈ. આ દરમિયાન ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરવી પડી હતી. બિષ્ણુપુરમાં મૈતેઈ સમુદાયની મહિલાઓએ બફર ઝોનને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા કર્મીઓએ તેમને રોક્યા હતાં. આ દરમિયાન બન્ને વચ્ચે મારામારી થઈ હતી અને એક જવાન શહીદ થયો હતો.
આજે સવારે પણ વિષ્ણુપુરના વિસ્તારમાંથી જબરદસ્ત ગોળીબાર થઈ રહ્યો છે. પોલીસ પણ જવાબી કાર્યવાહી કરી રહી છે. આ ગોળીબાર કુકી પ્રભુત્વવાળા પહાડી વિસ્તારમાંથી થઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાંથી બોમ્બ અને ડ્રોનથી હુમલો કરવામાં આવી રહ્યો છે. મણિપુર પોલીસ, સીડીઓ, કમાન્ડો જવાબી કાર્યવાહી કરી રહ્યા છે.
મળતા અહેવાલો મુજબ વિષ્ણુપુરમાં ગઈકાલે રાત્રે ૩ સ્થાનિક લોકોની હત્યા કર્યા પછી પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. પોલીસ અને સ્થાનિક ગ્રામીણો પહાડી વિસ્તારોમાંથી આવતા ડ્રોનને મારવાનો પ્રયાસ કરી રહ્યા હોય તે પછી બોર્ડર પર તાઈપર્સ અને કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે.
ગત રાત્રે વિષ્ણુપુરમાં મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત કુકી સમુદાયના લોકોના ઘરોને આગ ચાંપવામાં આવી છે. પોલીસ સુત્રોનું કહેવું છે કે કેટલાક લોકો બફર ઝોનને ઓળંગીને મૈતેઈ વિસ્તારોમાં આવ્યા હતા અને મૈતેઈ વિસ્તારોમાં ફાયરિંગ કર્યું હતું. કેન્દ્રીય દળોએ વિષ્ણુપુર જિલ્લાના કવાકતા વિસ્તારમાંથી બે કિમીથી આગળ બફર ઝોન બનાવ્યો છે.
આ પહેલા ગુરૃવારે સાંજે વિષ્ણુપુરમાં અનેક જગ્યાએ ગોળીબાર બાદ સ્થિતિ તંગ બની ગઈ હતી. બેકાબૂ ટોળાની સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ પણ થયું હતું. મણિપુર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. કે સુરક્ષા દળોએ સાત ગેરકાયદે બંકરોનો નાશ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial