Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુંભ સહિત બે રાશિના જાતકોને તેમના કૌશલ્ય-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ આવી શકે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે. મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ ૫ીળો - શુભ અંકઃ ૬-૨
Taurus (વૃષભ: બ-વ-ઉ)
સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. કામમાં પ્રતિકૂળતા જણાય. નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
દેશ-પરદેશ, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા જણાય. ભાઈ-ભાંડુવર્ગ મદદરૂપ થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૮
Cancer (કર્ક: ડ-હ)
દિવસ દરમિયાન આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન, વાહનના કામ થઈ શકે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૧-૪
Leo (સિંહ: મ-ટ)
આપના કામની કદર-પ્રસંશા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૨-૫
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ કામ કરવું નહીં.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૪-૬
Libra (તુલા: ર-ત)
આપના કામમાં સાનુકૂળતા મળી રહે. આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થઈ શકે. મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૭-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
સામાજિક-વ્યવહારિક કામ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. ધંધામાં આવક જણાય. કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૯-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં ઉપરી, સહકાર્યકર, નોકર-ચાકર વર્ગનો સહકાર મળી રહે. પરદેશના કામ થઈ શકે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૮
Capricorn (મકર: ખ-જ)
આપ હરો-ફરો કામકાજ કરો, પરંતુ આપના હ્યદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. મિત્રવર્ગનો સાથ રહે.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૩-૬
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૫
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામમાં હરિફ, ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. કોર્ટ-કચેરીના કામમાં વ્યસ્તતા જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૬