Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ-જોડિયામાં બે, કાલાવડમાં પોણા બે, જામનગરમાં દોઢ, જામજોધપુરમાં ૧ ઈંચ વરસાદ

દ્વારકા જિલ્લાના ભાણવડમાં અડધો ઈંચ, અન્યત્ર ઈન્તેજાર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: રાજ્યભાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે હાલારમાં ઝાપટાંથી અઢી ઈંચ જેટલો વરસાદ થયો છે. જામનગરમાં ગત રાત્રિ દરમ્યાન સતત ધીમો વરસાદ થતાં ખૂબજ ફાયદાકારક વરસ્યો છે. સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

જે મુજબ ગત્ રાત્રિથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતોે જે જામનગર જિલ્લામાં આખી રાત વરસ્યો હતોે દેવભૂમિ દ્વારકા જિલ્લાના માત્ર ભાણવડમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ખંભાળીયામાં ૩ મી.મી.નું ઝાપટું જ વરસ્યું હતું. તેમજ કલ્યાણપુર અને દ્વારકામાં મેઘરાજાની પધરામણી થઈ નથી.

ગત્ રાત્રિથી આજે શનિવારે બપોરે ૧ર વાગ્યા સુધીમાં જામનગરમાં ૩૩ મીમી, જોડિયામાં પ૯ મીમી, ધ્રોલમાં ૬ર મીમી, કાલાવડમાં ૪૦ મીમી, લાલપુરમાં ૧૯ મીમી અને જામજોધપુરમાં ર૧ મીમી વરસાદ નોંધાયો છે.

આમ સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ ધીમી ગતિએ સતત વરસીને કાચુ સોનું વરસાવ્યું છે.

આ ઉપરાંત જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના વાવડ છે.

જેમાં વસઈમાં ૧૦ મીમી, મોટીબાણુંગારમાં રપ મીમી, ફલ્લામાં ૧૮ મીમી, જામવણથલીમાં ૧પ મીમી, મોટી ભલસાણમાં ૧ર મીમી, અલીયાબાડામાં ર૦ મીમી, હડીયાણામાં પપ મીમી, બાલંભામાં ૪૦ મીમી, પીઠડમાં ર૦ મીમી, લતીપુરમાં ૧૬ મીમી, જાલીયાદેવાણીમાં ૪૦ મીમી, નિકાવામાં ૧૬ મીમી, ભલસાણમાં બેરાજામાં ર૦ મીમી, નવાગામમાં ૩૦ મીમી, મોટા પાંચ દેવળીયામાં ૧૮ મીમી, જામવાડીમાં ૧ર મીમી અને હરીપરમાં ૧૩ મીમી વરસાદ થયો છે.

જામનગરમાં આજે બપોરે વાતાવરણમાં ઘનઘોર માહોલ જામ્યો છે અને સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યાંના વાવડ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh