Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉલટી...ગંગા...!
ખંભાળીયા તા. ૧: ખંભાળીયામાં પ્રશાસને ઉલટી ગંગાની ઉક્તિની જેમ ભારે વરસાદની આગાહી વચ્ચે એક દિવસનો પાણીકાપ મુકતા આજથી ત્રણ દિવસે પાણી આવશે.
ખંભાળીયામાં જિલ્લા તંત્ર દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અને સાવચેત રહેવા અને ૫ાણીથી બચવાની સૂચના આપવામાં આવી હતી, પણ વરસાદ તો ખાસ ના આવ્યો, પણ લોકોના ભાગમાં પાણીકાપ આવ્યો...!
ખંભાળીયા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમૂર તથા પ્રમુખ વિજય કણઝારીયા દ્વારા ઘી ડેમમાં પાણી ઓછું હોય, નર્મદાનું પાણી પુરતું ના આવતા એક દિવસનો પાણીકાપ આજથી લાગ્ુ કર્યો છે. એટલે કે, હવે બે દિવસે એક વખત ના બદલે ત્રણ દિવસે એક વખત પાણી મળશે.
વર્ષો પહેલા ખંભાળીયા શહેરમાં દિવસમાં બે વખત પાણી આવતું સવારે અને તે પછી એક વખત પાણી મળતું અને તે પછી વર્ષોથી એકાંતરા પાણી વિતરણ કરાતું હતું. તેમાં પણ કાપ કરીને ત્રણ દિવસે એક વખત પાણી વિતરણ આજથી થયું છે ત્યારે લોકો જુના દિવસો યાદ કરી રહ્યાં છે.
પાલિકા દ્વારા ઘી ડેમમાં ડેડ વોટરની સ્થિતિ હોય, વરસાદ ખેંચાતા પાણીમાં ઘટ પડવાની સંભાવનાથી આમ કર્યુ હોવાનું જણાવ્યું છે. વર્ષો પહેલા એક વખત થોડા સમય માટે ત્રણ દિવસે એક વખત પાણી વિતરણ થયેલું, તે પછી આ વર્ષે ત્રણ દિવસે એક વખત પાણી વિતરણ થયું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial