Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. પ ઓગસ્ટ સુધીમાં રમતગમત અધિકારીને અરજી કરવીઃ
જામનગર તા. ૧: વર્ષ-ર૦રપ-ર૬ દરમિયાન આયોજિત વિવિધ રમતગમત ક્ષેત્રોની તમામ વયજૂથની સ્પર્ધાઓમાં જામનગર જિલ્લાની શાળા તથા સંસ્થાઓના જે ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ, દ્વિતીય કે તૃતીય સ્થાન મેળવ્યું હોય અથવા સ્પર્ધામાં ભાગ લીધો હોય તેમજ રાજયકક્ષાએ પ્રથમ, દ્વિતીય કે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હોય, તેવા ખેલાડીઓની વિગતો જિલ્લા રમતગમત કચેરી દ્વારા મંગાવવામાં આવી છે.
પાત્ર ખેલાડીઓએ લેખિત અરજી સાથે આધારકાર્ડની નકલ, સંબંધિત પ્રમાણપત્રો (સર્ટિફિકેટ) તથા જરૂરી આધાર-પુરાવા જોડીને તા. પ-૮-ર૦ર૬, બુધવાર સુધીમાં જિલ્લા રમતગમત અધિકારી, જામનગર શહેરની કચેરી, ક્રિકેટ બંગલો, સ્વિમિંગ પૂલ બિલ્ડિંગ, જામનગરમાં નિયત સમયમર્યાદામાં રૂબરૂમાં મોકલવાની રહેશે તેમ જિલ્લા રમતગમત અધિકારીશ્રી બી.જે. રાવલિયાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial