Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ૨૮ દિવસથી ચાલી રહેલા આંદોલનથી ખેડૂતો-વિદ્યાર્થી, ગ્રામજનોને પરેશાની

તલાટીઓ દ્વારા મહેસુલી કામગીરીનો બહિષ્કારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગર જિલ્લામાં જોબ ચાર્ટ અલગ અલગ કરવાની માંગણી સાથે જિલ્લાના ૪૨૨ ગામોમાં ફરજ બજાવતા ૨૭૨ તલાટી-કમ-મંત્રીઓ દ્વારા છેલ્લા ૨૮ દિવસથી મહેસુલી કામગીરીનો બહિષ્કાર કરી આંદોલન ચાલી રહ્યું છે જેના કારણે જિલ્લામાં ખેડૂતો, વિદ્યાર્થીઓ તથા લોકોને રોજ-બરોજના કામકાજમાં, અગત્યના દસ્તાવેજોની કામગીરી અટકી પડતા ભારે પરેશાનીનો ભોગ બનવું પડી રહ્યું છે.

આ આંદોલનના કારણે ખેડૂતોને પાક ધિરાણ-બેંક લોન મેળવવા માટે ગામના નમૂના નં. ૨ અને ૧૬ના ઉતારા મળતા નથી. ખેડૂતોના અગત્યના દસ્તાવેજો મળતા નથી. નવા વીજ જોડાણો માટે સર્ટિફિકેટ ઈસ્યુ થતા નથી. ઉપરાંત હાલ શાળા/કોેલેજમાં પ્રવેશ માટે તથા શિષ્યવૃત્તિની પ્રક્રિયા માટેના જરૂરી દાખલા અને અન્ય દસ્તાવેજો મળતા નહીં હોવાથી ભારે મુશ્કેલી થઈ રહી છે. ગ્રામજનોના પણ વિવિધ દાખલા, સહી-સિક્કા સાથેના દસ્તાવેજોના કામો, સરકારી અરજીઓ સંબંધિત કામો પણ સ્થગિત થઈ ગયા છે. જ્યાં સુધી સરકાર જોબ ચાર્ટ અલગ કરવાનો નિર્ણય નહીં કરે અથવા યોગ્ય નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચિમકી આપવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય તેમ ૨૮-૨૮ દિવસથી ચાલી રહેલા આંદોલન અને તેના કારણે થઈ રહેલી પરેશાની સંદર્ભમાં અસરકારક વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી શક્યું નથી.

આંદોલનના કારણે સર્જાયેલી સમસ્યા આગામી દિવસોમાં વધુ ગંભીર બને તેવી શક્યતા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh