Advertisement
Author: નોબત સમાચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોડી રાત્રે એસઈઓસીની ઓચીંતી મુલાકાત લીધી

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ સંદર્ભમાં

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૧: ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદ તથા રાજ્યના દસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી તથા રેડ એલર્ટ સંદર્ભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એસઈઓસીની મોડી રાત્રે ઓચીંતી મુલાકાત લઈ વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા સૂચના આપી હતી.

અમદાવાદ, નવસારી અને સુરતમાં આર્મીના ર-ર કોલમને તેમજ જામનગર, જામજોધપુર, વડોદરા અને પૂણેમાં મદદ માટે હેલિકોપ્ટર તૈયાર રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જ્યંતિ રવિ, ધવલ પટેલ, રાહત કમિશ્નર ગૌરાંગ મકવાણા ઉપસ્થિત રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh