Advertisement
Author: નોબત સમાચાર

કોમનવેલ્થમાં ભારતે જૂડોમાં ૯૨ વર્ષે બે ગોલ્ડ મેડલ્સ મેળવતા રચાયો ઈતિહાસઃ ગૌરવ

અસ્મિતા ડે અને હર્ષસિંહે એક જ દિ'માં મેળવ્યા એ સુવર્ણચંદ્રક

                                                                                                                                                                                                      

ગ્લાસગો તા. ૧: કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતીય જુડો ખેલાડીઓ અસ્મિતા ડે અને હર્ષ સિંહે ઇતિહાસ રચ્યો છે. તેમણે એક જ દિવસમાં ૨ ગોલ્ડ મેડલ જીતીને ૯૨ વર્ષનો દુકાળ સમાપ્ત કર્યો. મહિલાઓની ૪૮ કીલો કેટેગરીમાં ત્રિપુરાની અસ્મિતા ડેએ કેનેડાની હેઈડી ક્વેચને હરાવી ભારતનો પ્રથમ જુડો ગોલ્ડ જીત્યો. પુરૂષોની ૬૦ કીલો કેટેગરીમાં હર્ષ સિંહે ઓસ્ટ્રેલિયાના જોશુઆ કાટ્ઝને ૧૦-૦થી હરાવી ગોલ્ડ મેળવ્યો.

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતના જુડો ખેલાડીઓએ ઈતિહાસ રચી દીધો છે. અસ્મિતા ડે અને હર્ષ સિંહે શાનદાર પ્રદર્શન કરીને એક જ દિવસમાં ભારતને જુડો રમત ક્ષેત્રે ૨ ગોલ્ડ મેડલ અપાવ્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે જ કોમનવેલ્થ રમતોત્સવના ૯૨ વર્ષના ઈતિહાસમાં ભારતનો જુડોમાં ગોલ્ડ મેડલનો લાંબો દુકાળ આખરે પૂરો થયો છે. મહિલાઓની વુમન્સ ૪૮ કેજી કેટેગરીની ફાઈનલમાં ત્રિપુરાની ૨૩ વર્ષીય અસ્મિતા ડે કેનેડાની હેઈડી ક્વેચને હરાવીને દેશને રમતોત્સવના ઈતિહાસનો પ્રથમ જુડો ગોલ્ડ અપાવ્યો હતો.

 શરૂઆતમાં પોઈન્ટ ગુમાવ્યા બાદ પણ અસ્મિતાએ હિંમત ન હારતા ૪ મિનિટની રમતમાં સ્કોર ૧-૧થી સરભર કર્યો હતો. ત્યારબાદ 'ગોલ્ડન સ્કોર' એટલે કે સડન-ડેથ ઓવરટાઈમમાં સચોટ દાવ લગાવીને તેણે આ ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.

દક્ષિણ ત્રિપુરાના બેલોનિયાની રહેવાસી અસ્મિતાનો પરિવાર અત્યંત સામાન્ય છે અને તેના પિતા સાયકલ મિકેનિક તરીકે કામ કરે છે. આર્થિક તંગી વચ્ચે એથલેટિક્સથી રમતગમતની શરૂઆત કરનાર અસ્મિતાને પાછળથી કોચે જુડો તરફ વાળી હતી. કેન્દ્રીય રમતગમત તાલીમ કેન્દ્ર (એસએઆઈ) ભો૫ાલમાં તાલીમ મેળવીને તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું છે.

અસ્મિતાની સિદ્ધિના ગણતરીના સમયમાં જ પુરુષોની ૬૦ કેજી કેટેગરીમાં હર્ષ સિંહે આક્રમક રમત બતાવીને ઓસ્ટ્રેલિયાના જોશુઆ કાટ્ઝને ૧૦-૦ના અંતરથી હરાવી દીધો હતો. હર્ષ કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં જુડો ક્ષેત્રે ગોલ્ડ મેડલ જીતનાર દેશનો સૌપ્રથમ પુરુષ ખેલાડી બન્યો છે.

એ ગૌરવવંતી ક્ષણ હતી, જયારે ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં ૧૫ મિનિટની અંદર ૨ ગોલ્ડ જીત્યા હતાં. જુડોમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહ ચેમ્પિયન બન્યા. આ પછી યામિની મૌર્યાએ સિલ્વર અપાવ્યો. ગેમ્સના ઇતિહાસમાં ભારતે પહેલીવાર જુડોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આથી મેડલ ટેલીમાં ભારત ૭મા સ્થાને પહોંચી ગયું છે. અત્યાર સુધી ટીમ ૫ ગોલ્ડ, ૧૧ સિલ્વર અને ૪ બ્રોન્ઝ સહિત કુલ ૨૦ મેડલ જીતી ચૂકી છે.

૫ ભારતીય બોક્સર્સે બોક્સિંગના ફાઇનલમાં પહોંચીને ઓછામાં ઓછા સિલ્વર મેડલ પાક્કા કરી લીધા છે. એમની પાસે પણ ગોલ્ડ મેડલની આશા છે. જાદુમણિ સિંહે મેન્સની ૫૫ ાખ્ત વેટ કેટેગરીમાં નામિબિયાના ખેલાડી ફિલિપ હાઉસેબને હરાવ્યો. એનાથી પહેલા પ્રીતિ પવાર, જેસ્મિન લમ્બોરિયા, અરુંધતિ ચૌધરી અને અંકુશ પંઘાલે ગોલ્ડ મેડલ મેચમાં જગ્યા બનાવી છે. વુમન્સના ૫૪ કિગ્રા કેટેગરીના સેમિફાઇનલમાં પ્રીતિ પવારે ઝામ્બિયાની કેથરીન મ્વાપેને ૫-૦ થી હરાવી. જ્યારે જેસ્મિન લમ્બોરિયાએ ૫૭ ાખ્તમાં લેસોથોની રેપ્લેંગ મસેલાને ઇજીઝ્રથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મેન્સના ૮૦ કિગ્રા કેટેગરીમાં અંકુશ પંઘાલે કેનેડાના જોશુઆ ઓફોરીને ૫-૦થી હરાવ્યો. અંકુશે ત્રણેય રાઉન્ડમાં સરસાઈ જાળવી રાખી અને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી.

જેવલિન થ્રો ફાઇનલમાં નીરજ સામે પાકિસ્તાનના વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ અને શ્રીલંકાના રુમેશ પાથિરાગેનો પડકાર રહેશે. રુમેશે ક્વોલિફિકેશનમાં ૮૨.૮૪ મીટર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે નીરજ ૭૯.૬૧ મીટર સાથે પાંચમા સ્થાને રહૃાા હતા.

નીરજ અને અરશદની પ્રથમ ટક્કર ૨૦૧૬ સાઉથ એશિયન ગેમ્સમાં થઈ હતી. ત્યાર બાદ બંને ૧૧ ટુર્નામેન્ટમાં આમને-સામને આવી ચૂક્યા છે. તેમાંથી ૧૦ વખત નીરજે અરશદને પાછળ છોડ્યો છે. અરશદને એકમાત્ર સફળતા પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં મળી હતી. ત્યારે તેણે ૯૨.૯૭ મીટરના ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે નીરજે ૮૯.૪૫ મીટર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.

નીરજ ચોપરાએ ૨૦૨૫ દોહા ડાયમંડ લીગમાં ૯૦.૨૩ મીટરનો થ્રો કરીને નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ ૯૦ મીટરનો આંકડો પાર કરનાર ભારતના એકમાત્ર જેવલિન થ્રોઅર છે. ટોકિયો ઓલિમ્પિક ૨૦૨૦માં તેણે ૮૭.૫૮ મીટર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૩ અને એશિયન ગેમ્સ ૨૦૨૩માં ગોલ્ડ, જ્યારે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે. મેન્સ પેર સ્પર્ધામાં દિનેશ કુમાર અને નવનીત સિંહની ભારતીય જોડીએ ફોકલેન્ડ આઇલેન્ડ્સને ૨-૦થી હરાવ્યા. ટીમે સતત ચોથી જીત નોંધાવી અને હવે સેમિફાઇનલની દોડમાં બની રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh