Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરેડમાં તીનપત્તી રમતા છ પરપ્રાંતીય પકડાયાઃ
જામનગર તા. ૧: જામનગર નજીકના દરેડમાં ગઈકાલે પોલીસે પાડેલા બે દરોડામાં છ પરપ્રાંતીય તીનપત્તી રમતા મળી આવ્યા હતા. કાલાવડમાંથી ચાર પત્તાપ્રેમી ઝડપાયા હતા. ધરારનગરમાં ગઈરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા ચાર મહિલા, બે શખ્સ સહિત સાત પકડાઈ ગયા હતા.
કાલાવડ શહેરના હેલીપેડ સોસાયટી વિસ્તારમાં ગઈકાલે બપોરે કેટલાક શખ્સો એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના સ્ટાફે સોસાયટીની શેરીમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળે જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી રમતા ભાવેશ દેસુરભાઈ રાઠોડ, અનિલ બધાભાઈ સોલંકી, નિર્મલ વાલજીભાઈ સોલંકી, વિમલ પ્રવીણભાઈ સોલંકી નામના ચાર શખ્સ ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૪૭૧૦ રોકડા કબજે કરી પોલીસે જુગારધારાની કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગર નજીકના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં શિવમ્ પાર્કની શેરી નં.૪માં ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાના કૂટતા મુમત્યાઝ માસુકઅલી, મોહસીન સાકીર અંસારી, ઝાકીર બાદુલી હુસેન નામના ત્રણ પરપ્રાંતીય શખ્સ પકડાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૧૧૨૦૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.
દરેડ ગામમાં પેટ્રોલપંપ પાછળ ગઈકાલે બપોરે પોલીસે પાડેલા દરોડામાં સાકીર સમીર, અરૂણકુમાર નરેન્દ્રકુમાર લોધે, રાજકુમાર વીરપાલસિંગ લોધે ઉર્ફે ભોલા નામના ત્રણ પરપ્રાંતીય શખ્સ તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૩૪૫૦ કબજે કરાયા છે.
જામનગરના ધરારનગર સ્થિત ગઈરાત્રે જાહેરમાં રોન પોલીસ રમતા માનસંગ ધીરૂભા કંચવા, હિતેશ ભીખુભાઈ નાંગેશ, ભારતીદે મીનાદે, માનકુંવરબા વિક્રમસિંહ જાડેજા, ભારતીબેન ભીખુભાઈ નાંગેશ, ચંદ્રાબા નાનભા જેઠવા, કિરણબા માનસંગ કંચવા નામના સાત વ્યક્તિને પોલીસે પકડી લીધા હતા. પટમાંથી ૧૧૨૦૦ કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial