Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના શેઢાખાઈમાં બીમારીથી કંટાળી ગયેલા વૃદ્ધના ઝેરના પારખાઃ મૃત્યુ નિપજ્યું

ડાયાબિટીસની બીમારી પછી પગ કામ કરતા ન હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: ભાણવડના શેઢાખાઈ ગામમાં વસવાટ કરતા એક વૃદ્ધ એકાદ દાયકાથી ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા તેમાં એકાદ વર્ષથી પગ કામ ન કરતા હોવાના કારણે કંટાળ્યા હતા. આ વૃદ્ધે ત્રણેક દિવસ પહેલાં ઝેરના પારખા કર્યા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.

ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામમાં વસવાટ કરતા વિરાભાઈ દેવરખીભાઈ કરમુર (ઉ.વ.૭પ) નામના વૃદ્ધ છેલ્લા દસેક વર્ષથી ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા.

તેની સારવાર અપાવવામાં આવતી હતી. તે દરમિયાન છેલ્લા એકાદ વર્ષથી વીરાભાઈ સરખી રીતે પગ કામ કરતા ન હોવાથી કંટાળ્યા હતા. આ વૃદ્ધે ગયા મંગળવારે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેની જાણ થતાં વીરાભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર હરદીપભાઈ કરમુરે પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh