Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં મહિલાનું મૃત બાળક અવતર્યા પછી તબીયત લથડતા મૃત્યુઃ પરિવાર સ્તબ્ધ બન્યો

ત્રણ પુત્રી પછી પુત્રની હતી ઝંખનાઃ કોઠાવિસોત્રીમાં શોકઃ મૃતદેહ પેનલ પી.એમ. માટે ખસેડાયોઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧: ખંભાળિયાના કોઠાવિસોત્રી ગામના એક મહિલાને ગઈકાલે પ્રસુતી માટે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા પછી આ મહિલાને મૃત બાળક અવતર્યું હતું અને તે પછી તબીયત લથડી જતાં મહિલા પણ મૃત્યુ પામતા અરેરાટી પ્રસરી છે. મૃતકના પતિએ પોલીસને જાણ કરી છે. મૃતદેહ પેનલ પી.એમ. માટે જામનગર ખસેડવામાં આવ્યો છે. આ મહિલાને અગાઉ ત્રણ પ્રસુતીમાં પુત્રીઓ અવતર્યા પછી ગઈકાલે પુત્રની પ્રાપ્તિ થઈ હતી પરંતુ મૃત્યુ પામેલી હાલતમાં જન્મેલા આ બાળક પછી માતાએ પણ અંતિમ શ્વાસ લેતા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ બનાવની વધુ વિગત મુજબ ખંભાળિયા તાલુકાના કોઠાવિસોત્રી ગામમાં વસવાટ કરતા પ્રદીપભાઈ નગાભાઈ ભાટુ નામના યુવાનના પત્ની વિજુબેન (ઉ.વ.૩૭) ગર્ભવતી હતા. તેઓને ગઈકાલે પ્રસુતીની પીડા ઉપડતા પરિવારજનોએ ખંભાળિયામાં ચાર રસ્તા પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ હોસ્પિટલમાં સેવા આપતા ડો. બહારગામ જતા હોવાથી તેઓએ વિજુબેનને અન્ય હોસ્પિટલમાં લઈ જવા માટે પરિવારજનોને જણાવ્યું હતું પરંતુ અગાઉ વિજુબેનને ત્રણ પ્રસુતી થઈ હતી અને તે તમામ પ્રસુતી આ હોસ્પિટલમાં કરાવવામાં આવી હોવાથી આ વખતે પણ ત્યાં જ પ્રસુતી કરાવવાનો પરિવારજનોએ આગ્રહ કર્યાે હતો તેથી નવજીવન હોસ્પિટલમાંથી અન્ય તબીબને બોલાવવાની તજવીજ કરાઈ હતી.

અગાઉ ત્રણ પ્રસુતીમાં ત્રણેય વખતે વિજુબેનને સંતાનમાં પુત્રીઓ અવતરી હતી તેથી આ વખતે તેમનો પરિવાર પુત્રની ઝંખના કરતો હતો અને પ્રસુતી માટે ડો. જાગૃતિ જાદવ આવ્યા હતા. તેઓએ પ્રસુતી કરાવવાની કાર્યવાહી શરૂ કરી તે દરમિયાન પરિવારજનોએ સીઝેરીયન કરવા જણાવ્યંુ હતું પરંતુ તબીબે સામાન્ય (નોર્મલ) ડિલિવરી થઈ જશે તેમ કહ્યા પછી તબીબે પ્રસુતી માટે કાર્ય આરંભ્યું હતું. તે દરમિયાન વિજુબેનને મૃત બાળક (પુત્ર) અવતર્યું હતું અને તે પછી વિજુબેનનું બ્લડ પ્રેશર વધ્યું હતું અને પેટમાં દુખાવો અસહ્ય બન્યો હતો.

આ પ્રસુતાની હાલત જોઈને તરત જ બીજા તબીબોને બોલાવી લેવાયા હતા. દોડી આવેલા તે માટેના સ્પેશિયાલીસ્ટ ડોક્ટર્સ દ્વારા વિજુબેનને સારવાર આપવામાં આવી રહી હતી. તે દરમિયાન આ મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું.

અગાઉ ત્રણ પ્રસુતી થયા પછી વિજુબેનને બે વખત મીસ કેરેજ થયું હતું તેવી પરિસ્થિતિમાં આ મહિલાનું બ્લડપ્રેશર વધતા તથા ફેફસા અને વધુ પડતો રક્તસ્ત્રાવ મૃત્યુનું કારણ બન્યો હોવાનું બની શકે છે.

પ્રસુતી વેળાએ નવજાત શિશુ તથા માતાના મૃત્યુના આ બનાવ પછી હોસ્પિટલ પર ટોળુ એકઠું થયું હતું. પોલીસને જાણ થતાં પીઆઈ સી.આર. રાણા તથા પોલીસ ટીમ ધસી આવી હતી. પોલીસે મૃતદેહને પેનલ પીએમ માટે જામનગરની મેડિકલ કોલેજમાં ખસેડ્યો છે અને પ્રદીપભાઈ ભાટુનું નિવેદન નોંધ્યું છે. ડો. જાગૃતિ જાદવના જણાવ્યા મુજબ આ મહિલાને નોર્મલ પ્રસુતી થઈ હતી અને મૃત બાળક અવતર્યું હતું. તે પછી તેઓની તબીયત લથડતા આ બનાવ બન્યો છે.

અગાઉની પ્રસુતીઓમાં ત્રણ પુત્રી અવતર્યા પછી આ વખતે વિજુબેનને પુત્રની પ્રાપ્તિ થનાર હતી પરંતુ કુદરતને અલગ જ મંજૂર હતું. તે મહિલાને મૃત પુત્ર અવતર્યા પછી માતાએ પણ ફાની દુનિયામાંથી ચિરવિદાય લેતાં કોઠાવિસોત્રીનો ભાટુ પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh