Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્નદાન...મહાદાન...
દ્વારકા તા. ૧: દ્વાશદ જ્યોર્તિલિંગ શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે ૩૦ દિવસીય નિઃશુલ્ક મહાપ્રસાદ (ભંડારા) મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. નાગનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા દેશ-વિદેશના શિવભક્તોને મહાપ્રસાદનો લાભ લેવા જણાવાયું છે.
વિશ્વ વિખ્યાત દ્વાદશ જ્યોર્તિલિંગ શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરમાં ગુરૂપૂર્ણિમાના પાવન અવસરેથી નાગનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા ૩૦ દિવસીય નિઃશુલ્ક મહાપ્રસાદ (ભંડારા) મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ ર૯-૭-ર૦ર૬ થી થયેલો આ મહોત્સવ ૩૦ દિવસ સુધી ચાલશે. દેશ-વિદેશમાંથી ભગવાન નાગેશ્વર મહાદેવના દર્શનાર્થે પધારતા તમામ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક મહાપ્રસાદની સેવા ઉપલબ્ધ રહેશે.
મંદિરના મહંત પૂજ્ય ગીરધરભારથીજી લીલાભારથીજી ગોસ્વામીના પવિત્ર માર્ગદર્શન હેઠળ આયોજીત આ સેવાયજ્ઞનો મુખ્ય ઉદ્ેશ અન્નદાન, સેવાભાવ અને સનાતન સંસ્કૃતિના મૂલ્યોને વધુ મજબુત બનાવવાનો છે. "અન્નદાન એ મહાદાન" ના પવિત્ર સંદેશ સાથે ભક્તોને ભગવાન શ્રી નાગેશ્વર મહાદેવના આશીર્વાદનો પ્રસાદ પ્રાપ્ત થાય અને સમાજમાં સેવા, સમરસતા તથા માનવતાની ભાવના વધુ પ્રબળ અને તેવા શુભ આશયથી આ આયોજન કરવામાં આવ્યું છે.
તેઓએ જણાવ્યું હતું કે, ભગવાન શિવની સાચી ઉપાસના સેવાભાવ અને પરોપકારમાં રહેલી છે. મહાપ્રસાદ માત્ર ભોજન નહીં, પરંતુ ભક્તિ, સમર્પણ, સમાનતા અને માનવસેવાનો પવિત્ર યજ્ઞ છે. તેથી દરેક શિવભક્તને આ ૩૦ દિવસીય મહાપ્રસાદ મહોત્સવમાં સહભાગી બની દ્વાદશ જ્યોર્તિલિંગ શ્રી નાગેશ્વર મહાદેવના દર્શન સાથે નિઃશુલ્ક મહાપ્રસાદ (ભંડારા) નો લાભ લેવા જણાવાયું છે.
નાગનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદ દરમિયાન સ્વચ્છતા, શુદ્ધતા, સુવ્યવસ્થિત વ્યવસ્થા અને શ્રદ્ધાળુઓની તમામ સુવિધાઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial