Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ન્યુ સ્કૂલ નજીકના મુખ્ય માર્ગ પર મહાકાય ઝાડ ધરાશાયી...

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગર શહેરમાં ગત્ રાતથી વરસી રહેલા વરસાદ વચ્ચે આજે સવારે ન્યુ સ્કૂલ નજીકના મેઈન રોડ પર એક ઝાડ ધરાશાયી થતા થોડા સમય માટે વાહનવ્યવહાર અવરોધાયો હતો, જો કે તે સમયે રસ્તા પરથી કોઈ વાહન કે રાહદારી પસાર ન થતાં જાનહાની કે ઈજા થવાની ઘટના ટળી હતી.

મળતી માહિતી મુજબ આજે સવારે આશરે સાડાનવ વાગ્યે વરસાદ અને પવનના કારણે ઝાડ તૂટી પડીને રોડ પર આવી ગયું હતું. ઘટનાની જાણ જામનગર મહાનગર પાલિકાના કન્ટ્રોલ રૂમને થતા ફાયર શાખાની ટીમે સ્થળ પર પહોંચી હતી.

ફયારબ્રિગેડના જવાનોએ કરવત સહિતના સાધનોની મદદથી ઝાડની ડાળીઓ કાપી રસ્તા પરથી હટાવી દીધી હતી, જેના કારણે ટૂંકા સમયમાં જ માર્ગ વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો.

જામનગર મહાનગર પાલિકાના કન્ટ્રોલ રૂમને વરસાદ દરમિયાન ઝાડ પડવાની આ એકમાત્ર ફરિયાદ મળી હોવાનું જાણવા મળ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh