Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ ફોલ્ટ કે લાંબા સમયના વીજ વિક્ષેપની ફરિયાદ નહીં:
જામનગર તા. ૧: હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રાત્રિથી મેઘરાજાનું આગમન થતાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જોકે વરસાદ દરમિયાન વીજતંત્રને કોઈ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી, અને બંને જિલ્લામાં મોટા ભાગે વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ રહૃાો હોવાનું જાણવા મળ્યું છે.
ગઈકાલે રાત્રે શરૂઆતમાં ગાજવીજ જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ વરસાદ ધીમીધારે અને સતત વરસતાં વીજ લાઈનો કે વીજ માળખાને કોઈ નોંધપાત્ર નુકસાન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા નથી. પરિણામે શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજ પુરવઠો મોટા ભાગે અવિરત જળવાઈ રહૃાો છે.
વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને વીજતંત્રે આગોતરી તૈયારીના ભાગરૂપે હાલારના બંને જિલ્લામાં કુલ ૬૨ ટીમો કાર્યરત કરી દીધી છે. દરેક ટીમમાં એક વીજ ઈજનેર અને ત્રણ લાઈનમેન સહિતનો સ્ટાફ સામેલ છે. આ ટીમોને વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે જેથી કોઈપણ સ્થળે વીજ ફોલ્ટ કે વીજ લાઈનને નુકસાન થાય તો તાત્કાલિક સમારકામ કરીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી શકાય.
વીજતંત્રના જણાવ્યા મુજબ હાલમાં બંને જિલ્લાના કોઈપણ શહેર કે ગામમાંથી લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાયો હોવાની નોંધપાત્ર ફરિયાદ પ્રાપ્ત થઈ નથી. વરસાદી માહોલ વચ્ચે પણ વીજ પુરવઠો સામાન્ય રીતે જળવાઈ રહેતા ગ્રાહકોને રાહત મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial