Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદનો હુકમઃ
જામનગર તા. ૧: જામનગરના પંચેશ્વર ટાવરથી વિભાજી સ્કૂલ વચ્ચેના રોડ પર ગઈ ભાઈબીજની બપોરે પસાર થતી એક બાળકી તથા તેના સાતેક વર્ષના ભાઈને એક વૃદ્ધે રોકાવ્યા પછી બાળકી સાથે અડપલા કર્યા હતા. તે ગુન્હામાં અદાલતે આરોપી વૃદ્ધને પાંચ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યા છે.
જામનગરમાં વસવાટ કરતા એક પરિવારની ચાર વર્ષ તથા બે મહિનાની ઉંમર વાળી બાળકી તથા તેણીનો સાતેક વર્ષનો ભાઈ ગઈ તા.૨૩-૧૦-રપ-ભાઈબીજના દિવસે પોતાના પરિવાર સાથે મામાના ઘેર જમવા માટે ગઈ હતી.
આ બંને બાળકો પંચેશ્વર ટાવરથી વિભાજી સ્કૂલ વચ્ચે આવેલા મણીભદ્ર એપાર્ટમેન્ટ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં બેસેલા હાપાની શિવશક્તિ સોસાયટીમાં રહેતા પ્રકાશદાન ઈશ્વરદાન દેવકા (ઉ.વ.૬૧) નામના વૃદ્ધે બંને બાળકોને બોલાવ્યા પછી મુઠ્ઠી બતાવી તેમાં રહેલી વસ્તુ આપવાની લાલચ બતાવી નજીક બોલાવ્યા હતા.
ત્યારપછી આ બાળકીને પોતાની પાસે ખેંચી પ્રકાશદાને અડપલા કર્યા હતા. સાથે રહેલા બાળકે પોતાની બહેનને છોડાવવા પ્રયત્ન કર્યા પછી માતા-પિતા પાસે પહોંચ્યો હતો અને તેણે વાત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે પ્રકાશદાન દેવકા સામે બીએનએસ તથા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલવા પર આવતા સરકાર પક્ષે છ સાહેદની જુબાની અને ૩૫ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ઉપરોક્ત બનાવ ત્યાં નજીકમાં આવેલી એક દુકાનના સીસીટીવી કેમેરામાં કંડારાઈ હતી. તે ફૂટેજ પણ અદાલતમાં રજૂ કરાયા હતા. અદાલતે આરોપી પ્રકાશદાન ઈશ્વરદાન દેવકાને તક્સીરવાન ઠરાવી પોક્સો એક્ટની કલમ ૮ના ગુન્હામાં પાંચ વર્ષની સખત કેદ અને રૂ।.પ હજારનો દંડ તથા કલમ ૧૨ના ગુન્હામાં બે વર્ષની કેદ અને રૂ।.ર હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા કરાઈ છે. આ બાળકીને કમ્પેઈન્સેશનમાંથી રૂ।.ર લાખ ચૂકવવામાં આવશે. સરકાર તરફથી ભારતીબેન વાદી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial