Advertisement
Author: નોબત સમાચાર

જોડિયા તાલુકાના કેશિયા રોડ પરના કોઝવેનું રિપેરીંગ કરાયું

માર્ગ અને મકાન વિભાગ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જોડિયા તાલુકાના કેશિયા ટુ એસ.એચ. રોડ પર આવેલા કોઝવેનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવ્યું છે, જેનાથી આ માર્ગ પરનો વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને સુગમ બન્યો છે.

આ કોઝવે ૯૦૦ મી.મી. વ્યાસના ૧૦ રો ના પાઇપ ધરાવે છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે કોઝવેના ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં ધોવાણ થવા પામ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રિ-મોન્સૂન ઇન્સ્પેક્શન દરમિયાન આ ધોવાણ ધ્યાને આવતાં જ સ્થળ પર તાત્કાલિક જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

તંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરીને કોંક્રીટની મજબૂત કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કોઝવેનું રિપેરિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરાયું હતું. આ કામગીરીના પરિણામે કોઝવેની સલામતી અને ટકાવપણામાં નોંધપાત્ર વધારો થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh