Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રદ્ધા-ભકિતપૂર્વક ઘરમાં રહીને જ ઉજવાયુ પર્વ
જામનગર તા. ૧: જામનગર શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે વ્રતધારી બહેનોએ ઘરમાં જ રહી જાગરણ કર્યું હતું અને પુરી શ્રદ્ધા અને ભકિત સાથે 'ઈન્ડોર' ઉજવણી કરી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે વ્રતધારી બહેનોએ ઘરમાં જ રહી જાગરણ કર્યું હતુ અને ૫ૂરી શ્રદ્ધા અને ભકિત સાથે 'ઈન્ડોર' ઉજવણી કરી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના કારણે જયા પાર્વતી વ્રત કરતી બહેનોના જાગરણનો કાર્યક્રમ વરસાદના રંગમાં રંગાઈ ગયો હતો. સામાન્ય રીતે મંદિરો, સોસાયટીઓ અને ધાર્મિક સ્થળોએ ભજન-કીર્તન સાથે ઉજવાતું જાગરણ આ વખતે વરસાદને કારણે ઘરોમાં સીમિત રહી ગયું હતું. ગઈકાલે રાત્રે લગભગ દસ વાગ્યાથી ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને સમગ્ર રાત દરમિયાન વરસાદી છાંટા ચાલુ રહેતા વ્રતધારી બહેનોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. પરિણામે અનેક બહેનોએ ઘરમાં જ પૂજા-અર્ચના, ભજન અને જાગરણ કરીને વ્રતની પરંપરા નિભાવી હતી. ટેલિવિઝન અને મોબાઇલ પર પ્રસારિત થતા ભજન, આરતી અને ધાર્મિક કાર્યક્રમોના સહારે રાતભર જાગરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે જોવા મળતી જાગરણની ચહલપહલ અને સામૂહિક ધાર્મિક કાર્યક્રમો પર વરસાદે બ્રેક લગાવી દીધી હતી.
જામનગર મહાનગર પાલિકા દ્વારા જાગરણની રાત્રે તમામ પાર્ક ખુલ્લા રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વરસાદના કારણે તમામ પાર્કમાં બહેનોની હાજરી ખાસ જોવા મળી ન હતી.
એક તરફ મેઘરાજાની મહેરથી ખેડૂતો અને સમગ્ર જિલ્લામાં ખુશીની લાગણી છવાઈ છે, તો બીજી તરફ આ જ વરસાદે જયા પાર્વતીના જાગરણની ઉજવણીની પરંપરાગત રંગતની રોનક છીનવી લીધી હતી. તેમ છતાં વ્રતધારી બહેનોએ ઘરમાં જ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જાગરણ પૂર્ણ કરીને વ્રતની પરંપરા જાળવી રાખી હતી. અને વર્ષાદેવીને પણ આવકાર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial