Advertisement
Author: નોબત સમાચાર

ફ્રી મૂવી ડાઉનલોડ માટે લીંક ડાઉનલોડ કરતા જ ખેડૂતના ખાતામાંથી ઉપડ્યા રૂ।.૩.૫૮ લાખ!

મોબાઈલ હેંગ થયા પછી હેક થયો'ને થઈ છેતરપિંડીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: ધ્રોલના હરીપર ગામના એક ખેડૂતે પોતાના મોબાઈલમાં એક રીલમાં ફ્રી મૂવી ડાઉનલોડની મૂકવામાં આવેલી લીંક ઓપન કરતા એક એપ ડાઉનલોડ થઈ હતી અને આ આસામીનો ફોન હેંગ થયા પછી હેક થઈ ગયો હતો. તે પછી ત્રણ દિવસમાં આ ખેડૂતના બેંક ખાતામાંથી રૂ।.૩,૫૮,૭૦૦ ઉપડી ગયા છે.

ધ્રોલ તાલુકાના હરીપર ગામમાં વસવાટ કરતા અને ખેતીકામ કરતા જગદીશભાઈ ઉકાભાઈ ભંડેરી (ઉ.વ.૪૧) નામના યુવાન ગઈ તા.૩૦ મેના દિવસે બપોરે પોતાના ઘરે મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ જોઈ રહ્યા હતા ત્યારે તેઓને ફિલ્મ અંગેની એક રીલ જોવા મળી હતી.

આ રીલમાં ફ્રીમાં મૂવી ડાઉનલોડ કરવા માટે એક એપીકે ફાઈલ મૂકેલી હતી. તે ફાઈલની લીંક પર આંગળી મૂકતા જ તે ફ્રોડ એપ્લિકેશન ડાઉનલોડ થઈ હતી અને તુરંત જ જગદીશભાઈનો મોબાઈલ હેંગ થઈ જવા ઉપરાંત હેક થયો હતો.

ત્યારપછી તા.૩ જુનની બપોર સુધીમાં જગદીશભાઈ ભંડેરીના બેંક ઓફ ઈન્ડિયામાં આવેલા ખાતામાંથી જુદી જુદી યુપીઆઈ આઈડી મારફત રૂ।.૩ લાખ ૫૮૭૦૦ની રકમ ઉપડી ગઈ હતી. તા.૩ પછી જગદીશભાઈનો મોબાઈલ જ્યારે હેંગમાંથી બહાર આવ્યો તે દરમિયાન ઉપરોક્ત રકમ ઉપડી જવા પામી હતી. તેની બેંકમાં જઈને તપાસ કરાવાતા આ રકમ જુદા જુદા યુપીઆઈ આઈડીથી ટ્રાન્સફર થયાનું જણાઈ આવતા આખરે જગદીશભાઈએ ગઈકાલે ધ્રોલ પોલીસ મથકમાં પોતાની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંેંધાવી છે. પોલીસે બીએનએસ તથા આઈટી એક્ટ હેઠળની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ જ રીતે થોડા મહિના પહેલાં કાલાવડ પંથકના એક આસામી સાથે પણ છેતરપિંડી થઈ હતી. તેઓએ અજાણી લીંક ડાઉનલોડ કરતા જ તેમના બેંક એકાઉન્ટમાંથી રકમ ઉપડી ગઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh