Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે બનાવની તપાસ હાથ ધરીઃ
જામનગર તા. ૧: જામનગરના કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામમાં એક ખેતરમાં ગઈકાલે કામ કરતા યુવાન ઈલેકટ્રીક મોટરના સ્ટાર્ટરમાં છેડા આપતા હતા ત્યારે વીજ આંચકો લાગતા ફેંકાઈ ગયા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામમાં રહેતા સંજયભાઈ કેશાભાઈ સોજીત્રા (ઉ.વ.૩પ) નામના યુવાન ગઈકાલે લક્ષ્મીપુરના સીમ વિસ્તારમાં ઝાકીરભાઈ અબ્બાસભાઈ સાદીકોટના ખેતરમાં કામ કરતા હતા.
આ વેળાએ ત્યાં આવેલી ઓરડીની અંદર ઈલેકટ્રીક મોટરના સ્ટાર્ટરમાં સંજયભાઈ સોજીત્રા છેડા આપી રહ્યા હતા ત્યારે અચાનક વીજ આંચકો લાગતા સંજયભાઈ ફેંકાઈ ગયા હતા. તેઓને સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી. તે દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. જમનભાઈ પોપટભાઈ સોજીત્રાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial