Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની શ્રી ગાયત્રી શક્તિપીઠમાં નિઃશુલ્ક આયુર્ર્વેદ કેમ્પનું આયોજન

આગામી તા. ૮ ઓગષ્ટના શનિવારે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં દર મહિનાના બીજા શનિવારે પ્રજ્ઞા જનસેવા ટ્રસ્ટ સંચાલિત "તત્સત" નેચર ક્યોર એન્ડ રિસર્ચ સેન્ટર, મોટા ખીજડીયા, તા. ટંકારા, દ્વારા આયોજિત નિઃશુલ્ક આયુર્વેદિક ઓપીડી હોમિયોપેથિક તેમજ નેચરોપેથી જેવી પદ્ધતિના માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ખભાનો દુઃખાવો, અર્થરાઈટીસ, સ્થૂળતા (ઓબેસીટી), ડાયાબિટીસ, કમરનો દુઃખાવો, ઘૂંટણનો દુઃખાવો તેમજ અન્ય સાંધાના દુઃખાવા, કબજિયાત જેવી અન્ય પેટની તકલીફ, બ્લડ પ્રેશર, થાઈરોઈડ, ચામડીના રોગો સ્ત્રી રોગો, માનસિક રોગો જેવી ઘણી બીમારીઓ માટે નિદાન અને માર્ગદર્શન ઉપલબ્ધ રહેશે અને દવા લખી આપવામાં આવશે. જેમાં પ્રથમ કેમ્પ તા. ૮-૮-૨૬ના સવારે ૯ થી ૧ વાગ્યા દરમ્યાન શ્રી ગાયત્રી શક્તિપીઠ, શરૂ સેકશન રોડ, શિવમ્ પેટ્રોલપંપ પાછળ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં વિશેષ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે લાભાર્થીઓએ તા. ૭ ના સાંજે ૬ વાગ્યા સુધીમાં મો. ૮૮૫૮૮ ૪૦૧૪૦, ફોન નં. ૦૨૮૮-૨૭૧૦૦૪૧ નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh