Advertisement
Author: નોબત સમાચાર

ડેન્ટલ કોલેજના ઉચાપત પ્રકરણમાં આરોપીની જામીન અરજી નકારાઈઃ ગૃહવિભાગને જાણ કરાશે

તપાસનીશ અધિકારીઓના વલણ સામે લાલઆંખ કરાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરની ડેન્ટલ કોલેજના આઉટસોર્સના કર્મચારીએ ગ્રાન્ટની રકમમાંથી રૂ।.૧ કરોડ ૩૬ લાખ ઉપરાંતની ઉચાપત કર્યાના કેસમાં તેની જામીન અરજી નકારાઈ છે. જ્યારે ડીનને આરોપી કેમ ન બનાવાયા? તે અંગે ત્રણ તપાસનીશના વલણ અંગે રાજ્યના ગૃહવિભાગને જાણકારી આપવા અદાલતે ગઈકાલે મુકર્રર થયેલી તારીખમાં આદેશ કર્યાે છે.

જામનગરની ડેન્ટલ હોસ્પિટલ-કોલેજમાં દર્દીની સારવાર તથા કર્મચારીઓના પગાર માટે રોગી કલ્યાણ સમિતિ દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી રૂ।.૧,૩૬,૧૯,૩૫૦ની રકમની ઉચાપત કરારથી લેવાયેલા કર્મચારી શોભિત ગર્ગે આચર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ કર્મચારીએ જુદા જુદા ૧૫ ચેક બેંકમાં રજૂ કરી ઉપરોક્ત રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો.

આ બાબતે પોલીસે શરૂ કરેલી તપાસમાં શોભિત ગર્ગ તથા સુરતના એક શખ્સની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. તે પછી આરોપી શોભિત ગર્ગે ગયા મહિનામાં જામીન મુક્ત થવા અદાલતમાં અરજી કરી હતી અને અદાલતે આ ગુન્હામાં ડેન્ટલ કોલેજના ડીન નયનાબેન પટેલને આરોપી કેમ બનાવાયા નથી તેવો પ્રશ્ન પૂછી તપાસનીશ પોલીસ અધિકારીઓના ખુલાસા માંગ્યા હતા. તે પછી ત્રણ ફોજદારે કેટલાક ફૂટેજ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને અદાલતે આરોપીની જામીન અરજીનો ફેંસલો શુક્રવાર પર મુકર્રર કર્યાે હતો.

તે પછી ગઈકાલે અદાલતે આરોપી શોભિત રાજેન્દ્રપ્રસાદ ગર્ગની જામીન અરજી રદ્દ કરી છે. આઉટસોર્સના કર્મચારીઓના પગાર તેમજ દર્દીઓની સારવાર માટે ફાળવાયેલી ગ્રાન્ટમાંથી આ શખ્સે ઉચાપત કરી છે. તેની સામે આરોપી પક્ષે દલીલ કરી હતી કે, શોભિત ગર્ગે પોતાની ધરપકડ પહેલાં તા.૧૯ મેના દિને એસપીને અરજી આપી તેમાં જણાવ્યું હતું કે, તેને રોગી કલ્યાણ સમિતિ ખાતાનો હવાલે આપવામાં આવ્યો છે જે તેના કાર્યક્ષેત્રમાં નથી તેમજ ડીન દ્વારા સૂચવ્યા મુજબ અન્ય ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરવાનો આદેશ અપાયો હતો અને તા.૧૭મીના દિને ડીન દ્વારા ફોન કરાયો હતો અને આ આરોપ સ્વીકારવા માટે કહેવાયું હતું અને દબાણ કરાયું હતું. આવા સંજોગોમાં ડીનને બચાવવામાં તપાસ અધિકારીનું વર્તન સરકારના ઉચ્ચ અધિકારી સમક્ષ લાવવાની જરૂર છે, તેવી દલીલ કરાતા અદાલતે ગૃહ વિભાગના સચિવ સહિતના અધિકારીઓને આ આદેશની નકલ મોકલવા હુકમ કર્યાે છે.

શોભિત ગર્ગની જામીન અરજી સામે સરકારી વકીલ ડી.એ. જીવરાજાણીએ દલીલ કરી હતી. જ્યારે આ કેસમાં ડીન ડો. નયના પટેલને આરોપી કેમ ન બનાવાયા તે અંગેની દલીલો વકીલ એસ.પી. ગઢવી દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે તપાસનીશ ફોજદારોના વલણ સહિતની બાબતો અંગે ગૃહ વિભાગને જાણકારી આપવાનો હુકમ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh