Advertisement
Author: નોબત સમાચાર

શાળામાં આજે રજા નહીં રાખવામાં આવતા મધ્યાહન ભોજનના જથ્થાનો થયો બગાડ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરમાં વરસાદની આગાહી વચ્ચે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળામાં આજે શનિવારની રજા જાહેર કરવામાં આવી નથી.

જ્યારે શિક્ષણાધિકારી દ્વારા બે દિવસની રજા જાહેર કરવામાં આવી હતી. પરિણામે આજે શિક્ષણ સમિતિની શાળામાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતાં. આથી અક્ષયપાત્રમાંથી આવેલ મધ્યાહન ભોજનનો મોટો જથ્થાનો બગાડ થયો હતો. આ માટે કોણ જવાબદાર ઠરશે ?

શુક્રવાર અને શનિવારની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ના કારણે શિક્ષણાધિકારી દ્વારા શાળામાં રજા જાહેર કરવામાં આવી હતી પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ માત્ર શુક્રવારની જ રજા જાહેર કરી હતી. હકીકતે શનિવારે જ ભારે વરસાદની શક્યતા દર્શાવાઈ હતી. અને આજે સતત વરસાદ પણ વરસી રહ્યો છે.

જો કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળામાં નજીવી સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે અભ્યાસ માટે આવ્યા હતાં. પરંતુ મધ્યાહન ભોજન યોજના અન્વયે અક્ષયપાત્રના રસોડામાંથી તમામ વિદ્યાર્થીઓ માટે ભોજન મોકલવામાં આવ્યું હતું. પરંતુ પૂરતા વિદ્યાર્થીઓ હાજર નહીં હોવાથી ભોજનનો બગાડ થયો છે.

શહેરની કુલ ૪૭ શાળામાં આશરે ૧ર હજારથી વધુ બાળકો અભ્યાસ કરે છે. તેમના માટે ભોજન શાળાએ પહોંચ્યું હતું. પરંતુ એક હજાર બાળકો પણ શાળાએ નહીં આવતા ભોજનનો બગાડ થઈ ગયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh