Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બે આસામીને ચેક પરત કેસમાં એક-એક વર્ષની કેદની સજા

બંને આસામીને ફટકારાયો દંડઃ

                                                                                                                                                                                                      

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના સભાસદ અભિષેક ધીરૂભાઈ ઢાંકેચા અને ચંદ્રેશ ભાઈલાલ દોશીએ સોસાયટી પાસેથી લોન લીધી હતી. તે રકમ પરત આપવા અભિષેક ઢાંકેચાએ રૂ।.૮૧,૮૯૦નો ચેક આપ્યો હતો. જ્યારે ચંદ્રેશ દોશીએ રૂ।.૨,૪૬,૦૦૫નો ચેક આપ્યો હતો.

તે બંને ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે બંને આરોપીને તક્સીરવાન ઠરાવ્યા પછી એક-એક વર્ષની કેદ અને બંનેને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સમયે અભિષેક ઢાંકેચા હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, એમ.જી. કાલસરીયા, જી.જી. મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh