Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભોગ બનનારને કમ્પેઈન્સેશનમાંથી રૂ।.૧ લાખ ચૂકવાશેઃ
જામનગર તા. ૧: જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટીમાં રહેતા એક શખ્સે સવા બે વર્ષ પહેલાં એક તરૂણી પર બળજબરીનો પ્રયાસ કર્યાે હતો. તે બાબતની નોંધાયેલી ફરિયાદ અંગેનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂ।.૫ હજારનો દંડ ફટકાર્યાે છે ભોગ બનનારને રૂ।.૧ લાખ વળતર પેટે ચૂકવાશે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટીમાં વસવાટ કરતા હારૂન ઓસમાણભાઈ શેખ (ઉ.વ.૫૮) નામના શખ્સ સામે એક સગીરાની જાતીય સતામણી કરવા અંગે વર્ષ ૨૦૨૪માં ગુન્હો નોંધાયો હતો. આ શખ્સે પાણી ભરવા ગયેલી સાડા પંદર વર્ષની એક તરૂણીને બાથ ભરી લઈ તેણી સાથે બળજબરીનો પ્રયાસ કર્યાે હતો.
ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે જે તે વખતે બીએનએસ તથા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા અદાલતે સરકાર પક્ષ તરફથી રજૂ થયેલા ૩પ દસ્તાવેજી પુરાવા અને સાત સાક્ષીની જુબાની લક્ષમાં લીધા પછી આરોપી હારૂન ઓસમાણભાઈ શેખને તક્સીરવાન ઠરાવી પોક્સો એક્ટની કલમ ૮ના ગુન્હામાં ત્રણ વર્ષની સખત કેદ અને રૂ।.પ હજારનો દંડ ફટકાર્યાે છે દંડ ન ભરવામાં આવે તો વધુ છ મહિનાની કેદ ભોગવવા આદેશ કરાયો છે. સગીરાને કમ્પેઈન્સેશનમાંથી રૂ।.૧ લાખ ચૂકવવામાં આવશે. સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial