Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલમાં તીનપત્તી રમતા છ શખ્સની રૃા.૧ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે અટકાયતઃ
જામનગરના ગાંધીનગર નજીકના મોમાઈનગરની શેરી નંં.૩ના છેવાડે ગઈકાલે રાત્રે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી-બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડયો હતો. ત્યાં તીનપત્તી રમતા કાનાભાઈ બાબુભાઈ ગોરડીયા, હિતેશ દયાલાલ ઠસા, મીનાબેન દેવાભાઈ માતંગ, મધુબેન લાખાભાઈ પરમાર, કાજલબેન મેહુલભાઈ મહેશ્વરી, જયાબેન રાજાભાઈ ગોરડીયા, ખતીબેન પાલાભાઈ ગોરડીયા નામના સાત વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૬,૩૫૦ રોકડા કબજે કર્યા છે.
જામનગરના ધરારનગર વિસ્તાર પાસે આવેલા ગોલ્ડન સિટીમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ચંદ્રાબા નાનભા જેઠવા, જયાબા જયેન્દ્રસિંહ રાઠોડ, ભારતબા વનરાજસિંહ વાઢેર, ચેતનાબા ભીમસંગ ચુડાસમા, ઝરીનાબેન હનીફભાઈ શેખ, મરીયમબેન સીદીકભાઈ દરજાદા, ગીતાબેન ગોરધનભાઈ જોગીયાણી, ભારતીબેન ભીખુભાઈ નાંગેશ, લીલાવંતીબેન પ્રફુલગીરી ગોસ્વામી, પૂજાબા જયેન્દ્રસિંહ જાડેજા, ધીરજબા નવલસંગ જાડેજા, જયાબેન દિનેશભાઈ ઢાપા, મહેઝબીન નુરમામદ ઉનડ નામના તેર મહિલા પકડાઈ ગયા હતા. પટમાંથી રૃા.૨૫,૩૬૦ કબજે કરાયા છે.
જામનગરની ક્રિષ્ના ટાઉન શીપ-૧ પાસે ગઈકાલે બપોરે રોનપોલીસ રમતા ભીખુભાઈ મોહનભાઈ સવાસરીયા, સુરેશ દામજીભાઈ પરમાર, રાજેશ નારણભાઈ સવાસરીયા, વિશાલ સુરેશભાઈ મકવાણા, ચંદ્રેશ તુલસીભાઈ મકવાણા નામના પાંચ શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પોલીસે રૃા.૧૦,૦૪૦ કબજે કર્યા છે.
ધ્રોલ શહેરમાં ખત્રીના ચોરા પાસે સ્ટ્રીટલાઈટના અજવાળે ગઈરાત્રે ગંજીપાના કૂટતા કેયુર ભવાનભાઈ કાકાસણીયા, દિનેશભાઈ હરપ્રતાપસિંહ ગોહિલ, મહેશ રામજીભાઈ ગડારા, રમેશ શામજીભાઈ જીવાણી, નારણભાઈ ટપુભાઈ ગડારા, હેમરાજભાઈ શિવાભાઈ ભાલોડીયા નામના છ શખ્સને પોલીસે રૃા.૮૦ ૭૫૦ રોકડા, છ મોબાઈલ સહિત રૃા.૧,૧૪,૨૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.
જોડિયા તાલુકાના મેઘપર ગામની સીમમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા ચુનીલાલ કરશનભાઈ ટાંક, અરવિંદ ભીખુભાઈ ટાંક, અમૃતલાલ નાનજીભાઈ ટાંક, સંજય પ્રાગજીભાઈ ટાંક, દીપક બેચરભાઈ ગોહેલ, રામજીભાઈ મગનભાઈ રાઘવાણી, દર્શન પ્રભુલાલ ખોલીયા નામના સાત શખ્સ રૃા.૪૯૭૦ રોકડા સાથે ઝડપાઈ ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial