Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મેયર ૫દે વિનોદ ખીમસુર્યા, ડે.મેયર પદે ક્રિષ્નાબેન સોેઢા બિનહરીફ

સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદે નિલેશ કગથરા, શાસકપક્ષના નેતા તરીકે આશિષ જોષી અને દંડક તરીકે કેતન નાખવા વરાયાઃ

જામનગર તા. ૧રઃ જામનગર મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ૧ર સભ્યો અને ચેરમેન માટે આજે ચૂંટણી યોજાઈ હતી અને તમામ પાંચ હોદ્દેદારોની બિનહરીફ વરણી થવા પામી હતી. મેયર તરીકે વિનોદ ખીમસુર્યાની વરણી કરવામાં આવી છે. આજે તો ભાજપ પણ જાણે ગોટે ચઢ્યુ હોય તેમ વારંવાર નામોના ફેરફાર થયા હોવાનું જાણવા મળ્યું હતું.

જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેટર અને સ્ટેન્ડીંગ કમિટીના ૧ર સભ્યોની વરણી માટે ખાસ સામાન્ય સભા આજે બપોરે ધીરૃભાઈ અંબાણી વાણિજય ભવનમાં યોજાઈ હતી. તમામ હોદ્દેદારોના નામની વ્હીપ ભાજપ કાર્યાલય પરથી જ આપી દેવામાં આવી હતી.

સૌપ્રથમ મેયરની વરણી માટેના વિનોદ ખીમસુર્યાના નામની દરખાસ્ત મનીષ કટારીયાએ ગોપાલ સોરઠીયાના ટેકાથી રજૂ કરી હતી. જેમાં અન્ય કોઈ દરખાસ્ત રજૂ નહીં થતા વિનોદ ખીમસુર્યા બિનહરીફ મેયર તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. આ પ્રસંગે વિપક્ષના આનંદ રાઠોડએ તમામ નવ નિયુક્ત પાંચ પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતાં. અને વિપક્ષ તરીકે પોતાનો ટેકો જાહેર કર્યો હતો.

આ પછી નવ નિયુક્ત મેયરે ડેપ્યુટી મેયર માટેની દરખાસ્ત મંગાવી હતી. જેમાં તપન પરમારે જીતુ શિંગાળાના ટેકાથી ક્રિષ્નાબેન સોઢાના નામની દરખાસ્ત મૂકી હતી. જેની સામે અન્ય કોઈ દરખાસ્ત રજૂ નહીં થતા ડેપ્યુટી મેયર પદે ક્રિષ્નાબેન સોેઢા બિનહરીફ વિજેતા થયા હતાં.

આ પછી ધર્મીનાબેન સોઢાએ પાર્થ જેઠવાના ટેકાથી સ્ટેન્ડીંગ કમિટીના ૧ર સભ્યો માટેની દરખાસ્ત મૂકી હતી. જેમાં નિલેષ કગથરા, ડીમ્પલબેન રાવલ, સુભાષ જોષી, કેશુભાઈ માડમ, કિશનભાઈ માડમ, કેતન ગોસરાણી, અરવિંદભાઈ સભાયા, મનિષ કટારીયા, હર્ષાબા જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા, લાભુબેન બંધીયા અને પાર્થ કોટડીયા બિન હરીફ જાહેર થયા હતાં.

જ્યારે શાસકજુથના નેતા તરીકે આશિષ જોષી અને દંડક તરીકે કેતન નાખવાની વરણી કરવામાં આવી હતી.

આ પછી મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં ચેરમેન તરીકે નિલેષ કગથરાની વરણી કરવામાં આવી હતી.

સામાન્ય સભામાં નવ નિયુક્ત મેયર વિનોદ ખીમસુર્યાએ જણાવ્યું હતું કે, તમામ ૬૪ કોર્પોરેટરોને સાથે રાખીને શહેરનો વિકાસ કરવામાં આવશે અને મારા માટે તમામ કોર્પોરેટરો એક સમાન હશે જેનું મને ભાન છે.

સામાન્ય સભાની શરૃઆતમાં ત્રણ શોક ઠરાવ પસાર કરવામાં આવ્યા હતાં. તો અંતમાં ચંદ્રયાન-૩ ની સફળતા માટે અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

આજે જામનગર મહાનગરપાલિકામાં શાસક પક્ષ ભાજપ પણ નવા હોદ્દેદારોના નામની જાહેરાતમાં ગોથે ચઢયો હતો.

સૌપ્રથમ ચેરમેન તરીકે આશિષ જોષીનું નામ જાહેર થયું હતું પરંતુ તેમાં ફેરફાર કરીને આખરે નિલેષ કગથરાનું નામ જાહેર થયું હતું. તેવી જ રીતે નેતા, દંડક તરીકે જીતુ શિંગાળાનું નામ જાહેર થયું હતું ત્યાં આખરે કેતન નાખવાને સ્થાન અપાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh