Advertisement
Author: નોબત સમાચાર

બાચકામાં દારૂની બોટલ લઈને જતો શખ્સ ઝબ્બેઃ દેશી દારૂની બે ભઠ્ઠી પકડાઈ

નશામાં બાઈક ચલાવતા શખ્સની અટકાયતઃ

જામનગર તા. ૧૨ઃ જામનગરના કાલાવડ નાકા બહારના રોડ પરથી પોલીસે એક શખ્સને અંગ્રેજી શરાબની ત્રણ બોટલ સાથે પકડી પાડ્યો છે. જ્યારે નશાની હાલતમાં બાઈક ચલાવતા કાલાવડના શખ્સની અટકાયત કરાઈ હતી. નગરમાં બે ઝૂંપડામાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ ગઈ છે અને પ્લોટ વિસ્તારમાંથી બોટલ સાથે એક શખ્સ પોલીસના સકંજામાં આવ્યો છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી બેઠકવાળા રોડ પરથી ગઈકાલે સાંજે પસાર થતાં વિવેક જયરાજભાઈ ચૌહાણ ઉર્ફે લાલા ખવાસ નામના રિક્ષા ડ્રાઈવરને પેટ્રોલિંગમાં રહેલા સિટી-એ ડિવિઝનના સ્ટાફે રોકાવી ચેક કરતા આ શખ્સના કબજામાં રહેલા બાચકામાંથી અંગ્રેજી શરાબની ત્રણ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી વિવેક ચૌહાણની ધરપકડ કરી છે.

કાલાવડ તાલુકાના સરવાણીયા ગામના પાટિયા પાસેથી ગઈકાલે બપોરે પસાર થતાં જીજે-૧૪-એઆર ૬૬૩૪ નંબરના બાઈકને પોલીસે રોકાવી ચેક કરતા તેનો ચાલક કાલાવડની શીતલા કોલોનીવાળો જીતેન્દ્ર જીવણભાઈ ચૌહાણ નશાની હાલતમાં જણાઈ આવતા પોલીસે તેની અટકાયત કરી મોટરસાયકલ કબજે કર્યું છે.

જામનગરના સમર્પણ સર્કલ પાસેથી ગઈરાત્રે જઈ રહેલા દિલીપ નરશીભાઈ ચોપડા નામના શખ્સને પોલીસે રોકાવી તલાશી લીધી હતી. આ શખ્સના કબજામાંથી શરાબની બોટલ મળી આવી હતી.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં ચારણનેસમાં આવેલા રાજલબેન જીવાભાઈ વીર નામના મહિલાના ઝૂંપડામાંથી તેમજ ખીમીબેન માલસુરભાઈ સોરીયા નામના મહિલાના ઝૂંપડામાંથી ગઈકાલે પોલીસે દેશી દારૃની ભઠ્ઠી પકડી પાડી હતી. ત્યાંથી તૈયાર દારૂ, આથો તથા ભઠ્ઠીના સાધનો કબજે કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh