Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જૈન સમાજમાં ઉત્સાહઃ દેરાસરોમાં દર્શનઃ
જામનગર તા. ૧૨ઃ આજથી પાવનકારી એવા પર્યુષણ પર્વનો પ્રારંભ થતા જામનગરમાં જૈન સમાજમાં ઉત્સાહ પ્રસરી જવા પામ્યો છે. આજથી જ ૮ દિવસ માટે તપસ્વીઓના તપ અને સવારે ઉપાશ્રયો, પાઠશાળાઓમાં ગુરુ ભગવંતોના વ્યાખ્યાનો અને સાંજે દેરાસરોમાં આંગીના દર્શનો તેમજ રાત્રે ભક્તિવંદનાના કાર્યક્રમોની શૃંખલા શરૃ થઈ રહી છે. આ પર્યુષણમાં પણ દર વર્ષની માફક સંખ્યાબંધ પ્રાપક શ્રાવિકાઓએ અઠ્ઠાઈ તપનો સંકલ્પ ધારણ કર્યો છે.
તા. ૧ર/૯ થી તા. ૧૯/૯ સુધી ચાલનારા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ નિમિત્તે જામનગરના ચાંદીબજારમાં આવેલા તમામ દેરાસરને રોશનીથી શણગારવામાં આવ્યા છે. પર્યુષણ પર્વ દરમિયાન વિસા શ્રીમાળી તપગચ્છ સંઘના આંગણે આચાર્ય કુલ કુલચંદ્રસૂરીજી મહારાજની નિશ્રામાં સંવત્સરીના દિવસ સિવાય રોજ સવારે ૮-૩૦ વાગ્યે વ્યાખ્યાન તેમજ વ્યાખ્યાન દરમિયાન કલ્પસૂત્રોના વહોરવાની ઘીની ઉછામણી કરવામાં આવશે અને દરરોજ સાંજે સામૂહિક પ્રતિક્રમણના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે. તા. ૧૩/૯ ની સવારે વાર્ષિક ૧૧ કર્તવ્યો પર વ્યાખ્યાન, સાંજે ૭-૩૦ વાગ્યે પ્રતિક્રમણ, તા. ૧૪/૯ ના સવારે ૮-૩૦ વાગ્યા પછી વ્યાખ્યમાન દરમિયાન કલ્પસૂત્રો વહોરવાની ઘીની બોલી તેમજ પાંચ પૂજાના ચડાવા થશે. સાંજે ૬-૩૦ વાગ્યે પ્રતિક્રમણસૂત્રની ઘીની ઉછામણી પછી પ્રતિક્રમણ થશે. પર્વના ચોથા દિવસે તા. ૧પ/૯ ના કલ્પસૂત્રો મહોરવાની તથા તેની પૂજાની વિધિ સવારે ૮-૩૦ વાગ્યે, બપોરે ૩ વાગ્યે બીજું વ્યાખ્યાન, સાંજે ૭ વાગ્યે પ્રતિક્રમણ, તા. ૧૬/૯ ના બપોરે પ્રભુવીરના જન્મનું વાચન, તા. ૧૭/૯ ના રવિવારે વીર પ્રભુનુ પંચ કલ્યાણક સ્તવન થશે. તા. ૧૮/૯ ના સવારના વ્યાખ્યાનમાં બારસાસૂત્રના ઘીની ઉછામણી થશે. તા. ૧૯/૯ ના સંવત્સરીના દિવસે સવારે ૮-૩૦ વાગ્યા પછી બાસરાસૂત્ર વહોરવાનું અને ત્યારપછી પૂજન અને સાંજે ૪ વાગ્યે સાવંત્સરિક પ્રવચન થશે અને ત્યારપછી તા. ર૦/૯ ના સવારે ૮ વાગ્યે તપસ્વીઓના સામૂહિક પારણા, બપોરે ર-૩૦ વાગ્યે રથયાત્રા ચાંદી બજારથી નીકળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial