Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમંત્રી-સાંસદ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં
ખંભાળિયા તા. ૧રઃ ખંભાળિયા નગરપાલિકા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ રૃા. ૧૧૪ર.૧૮ લાખના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
રૃા. પપ૬.૧૮ લાખના ખર્ચે બનાવવામાં આવેલ સ્વીમીંગ પુલ, વેલકમ ગેઈટ, ઓડીટોરિયમ હોલ તથા રોડના કામનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે રૃા. પ૮૬ લાખના ખર્ચે થનાર રોડ રીસરફેસીંગ, ગાર્ડન ડેવલપમેન્ટ, હેરિટેજ સ્થળોનું રિનોવેશન, રેલવે સ્ટેશનથી નગરગેઈટ સુધીના સીસી રોડના કામોનું ભૂમિપૂજનર રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં કરાયું હતું. ન.પા. ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે સ્વાગત પ્રવચન કર્યું હતું. ન.પા. પ્રમુખ તથા ઉપપ્રમુખે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વગત કર્યું હતું.
આ સમારોહમાં ન.પા. પ્રમુખ ભાવનાબેન પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કરી ન.પા.ના વિકાસ કામોમાં સહકાર આપનાર સૌનો આભાર માન્યો હતો. સંસદસભ્ય પૂનમબેન માડમે હેરિટેજ વારસાનું જતન કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાએ સરકારી યોજનાઓ અને ગ્રાન્ટમાંથી વધુને વધુ વિકાસ કામો કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરિયા, સતવારા સમાજ અગ્રણી હરિભાઈ નકુમ, તાલુકા પંચાયત પ્રમુખ રામદેભાઈ કરમુર, મહિલા ભાજપ ઉપપ્રમુખ ગીતાબા જાડેજા, મહિલા ભાજપ મંત્રી નીમીશાબેન નકુમ, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ કણઝારિયા, જિલ્લા ભાજપ મહામંત્રી ભરતભાઈ ગોજિયા તથા રસિકભાઈ નકુમ, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રીઓ ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણઝારિયા, વિવિધ સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા તથા નગરપાલિકા સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, ન.પા.નો સ્ટાફ તથા શહેરના આગેવાનો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial