Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા કોઈ મહત્ત્વના એજન્ડા વિના શાંતિપૂર્વક સંપન્ન

કોંગ્રેસના સભ્યે ઓછી ગ્રાન્ટની રાવ સાથે વ્યક્ત કર્યો રોષઃ

જામનગર તા. ૧૨ઃ જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા કોઈ મહત્ત્વના એજન્ડા વગર રાબેતામુજબ શાંતિથી સંપન્ન થઈ હતી.

જિ.પં. પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભામાં ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, ઉપપ્રમુખ નયનાબેન પરમાર, સદસ્યો તથા વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

આ સભામાં રજૂ કરાયેલા એજન્ડામાં ૧પ મા નાણા પંચના કામો અંગે સુધારા મંજુર કરવા, તેમજ વિવિધ કામોના અધિકાર સુપરત કરવાના ઠરાવો કોઈપણ જાતની ચર્ચા વગર પસાર થઈ ગયા હતાં.

જો કે, પ્રશ્નોત્તરીના સમયે કોંગ્રેસના સદસ્ય જે.પી. મારવિયાએ બાંધકામ વિભાગ દ્વારા વર્ષ ર૦રર-ર૩ ના બજેટમાં થયેલ ફાળવણીમાં કાલાવડ તાલુકાને અન્યાય કરવામાં આવ્યો હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે સવાલ ઊઠાવ્યો હતો કે શું કાલાવડ તાલુકો પાકિસ્તાનમાં છે?

તેમણે આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે કાલાવડ તાલુકાને કુલ એક કરોડની ગ્રાન્ટમાંથી માત્ર ૧.૪૮ લાખની રકમ ફાળવાઈ છે. કોંગ્રેસના સભ્ય ચૂંટાયા હોવાથી શાસક પક્ષ દ્વારા ભેદભાવ રાખવામાં આવે છે અને અમારા પ્રશ્નોના ઊડાવ જવાબ આપી દેવામાં આવે છે.

જો કે, જિ.પં. પ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેન કે.બી. ગાગિયાએ વધુ ગ્રાન્ટ ફાળવશું અને ભેદભાવ રાખવામાં આવતો નથી તેવો જવાબ આપી મામલો શાંત પાડી દીધો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખની મુદ્ત પૂર્ણ થતી હોય, વિદાય લેતા પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાએ તેમના અઢી વર્ષના કાર્યકાળમાં સહકાર આપવા બદલ સૌનો આભાર માન્યો હતો.

આ સભામાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખપદે સુનિશ્ચિત થયેલા મયીબેન હાજર રહ્યા હતાં.

જિ.પં.ની સામાન્ય સભા પૂર્ણ થયા પછી તરત જ જિ.પં.ની કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh