Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કારોબારી ચેરમેન તરીકે રેખાબેન ખેતિયા અને શાસકપક્ષના નેતાપદે મુકતાબેન નકુમ વરાયા
ખંભાળીયા તા. ૧રઃ આજે ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ સહિત નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી થઈ હતી.
ખંભાળીયા નગર પાલિકાની નવા હોદ્દેદારો અઢી વર્ષના નીમવા માટે આજે પાલિકાના સભાગૃહમાં પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તથા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજાઈ હતી જેમાં નવા હોદ્દેદારોની બીનહરીફ નિયુક્તિ થઈ હતી અને પ્રમુખ તરીકે રચનાબેન મોટાણી, ઉપપ્રમુખ તરીકે વિષ્ણુ પતાણી, કારોબારી ચેરમેન તરીકે રેખાબેન ખેતીયા અને શાસકપક્ષના નેતા તરીકે મુકતાબેન નકુમ વરાયા હતાં.
બન્ને નવા યુવાન હોદ્દેદારો
પાલિકા ચૂંટણીમાં પ્રમુખના નામની દરખાસ્ત જગુભાઈ રાયચુરાએ કરી હતી તથા ટેકો હિતેશભાઈ ગોકાણીએ આપેલો જ્યારે ઉપપ્રમુખમાં દરખાસ્ત મહેશભાઈ ધોરીયાએ કરેલી તથા ટેકો મહેશભાઈ રાડીયાએ આપેલો ઉલ્લેખનીય છે કે બન્ને નવા યુવાન હોદ્દેદારો રપ-ર૮ વર્ષના છે.
કારોબારી ચેરમેન તરીકે વોર્ડ નં.૪ના સદસ્ય તથા ખૂબ જ ઉત્સાહી કાર્યકર રેખાબેન ખેતીયાની નિમણૂક થઈ છે જેઓની કામગીરી ખૂબ જ સારી છે જ્યારે શાસક નેતા તરીકે મુકતાબેન કિશોરભાઈ નકુમની વરણી થઈ છે.
નવા હોદ્દેદારો રાજકીય પરિવારના સભ્યો
ખંભાળીયા નગર પાલિકાના નવા વરાયેલા પ્રમુખ તથા ઉપપ્રમુખ બને રાજકીય હોદ્દેદારોના કુટુંબમાંથી છે. રચનાબેન મોટાણીના કુટુંબમાંથી જૈમિનીબેન મોટાણી અગાઉ પાલિકા પ્રમુખ તરીકે રહી ચુકયા હતા તથા યોગેશભાઈ મોટાણી શહેર ભાજપ પ્રમુખ તથા જિલ્લા ખજાનચી તરીકે ફરજ બજાવી ચુકયા હતાં.
બાર વર્ષ પછી પાલિકામાં પ્રમુખ લોહાણા
ખંભાળીયા નગર પાલિકામાં બારેક વર્ષ પછી લોહાણા સમાજને પ્રમુખમાં પ્રતિનિધિત્વ મળ્યું છે. અગાઉ દિનેશભાઈ દત્તાણી પાલિકા પ્રમુખ હતા જે પછી અન્ય જ્ઞાતિઓ પ્રમુખમાં આવી હતી અને હવે ર૦ર૩ માં અઢી વર્ષ માટે લોહાણા પ્રમુખ પદે પાલિકામાં આવ્યા છે.
વિજય સરઘસ ફળહાર મીઠાઈ વિતરણ
નવા હોદ્દેદારો જાહેર થતાં ઢોલ નગારા સાથે ગામમાં વિજય સરઘસ નીકળ્યું હતું તથા મીઠાઈ વિતરણ કરાયું હતું. પાલિકાની ચૂંટણી પ્રક્રિયામાં મેન્ડેન્ટ તથા પ્રક્રિયા માટે તથા નામો માટે ભાજપના જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમ, કશ્યપભાઈ ડેર, નિમિષાબેન નકુમ, ગીતાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ અનીલભાઈ તન્ના, વનરાજસિંહ વાઢેર, અશોકભાઈ કાનાણી, ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણઝારીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
ખંભાળીયા પાલિકાનો વહીવટ અગાઉની અઢી વર્ષની મુદ્દતમાં સતવારા સ્ત્રી પ્રમુખે કર્યો પછી હવે અઢી વર્ષ માટે લોહાણા સ્ત્રી પ્રમુખ આવેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial