Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મેળામાં અખાદ્ય પદાર્થો વેંચતા ઝડપાયાઃ મનપાની ફૂડ શાખાએ કર્યો નાશ

શહેરમાં મીઠાઈ-ફરસાણના વિક્રેતાઓનું પણ સઘન ચેકીંગઃ

જામનગર તા. ૧રઃ જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા મેળામાં ત્રણ સ્ટોલમાંથી અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો હતો. પ્રદર્શન મેદાનની બહાર ઊભા રહેતા અનેક ખાણીપીણીના વિક્રેતાઓ પાસેથી પણ ૬પ કિલોથી વધુ અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો. તે ઉપરાંત જામનગર શહેરના સેન્ટ્રલ બેંક રોડ પરના એક ડઝનથી વધુ મીઠાઈ-ફરસાણના વિક્રેતાઓને ત્યાં ચેકીંગ કરાયું હતું.

જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા શ્રાવણી મેળા દરમિયાન અવાર નવાર ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૃપે ત્રણ ફૂડના સ્ટોલમાંથી અખાદ્ય પદાર્થ કબજે કરી લઈ તેનો સ્થળ પર નાશ કરાવવામાં આવ્યો હતોો તેમજ પ્રદર્શન મેદાનની બહાર ઉભેલા ફેરિયાઓ પાસેથી ૬૦ કિલોથી વધુ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. જામનગર શહેરના એક ડઝનથી વધુ મીઠાઈ-ફરસાણના વિક્રેતાઓને ત્યાં પણ ચેકીંગ કરી જરૃરી સૂચનો અપાયા હતાં.

શ્રાવણ માસના તહેવારને અનુલક્ષીને જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખાની ટીમ દ્વારા ખાસ કરી ફરસાણ, નમકીન વિક્રેતાઓને અલગ અલગ વિસ્તારમાં રૃબરૃ ઈન્સ્પેક્સન દરમિયાન સાફસફાઈ અને સ્વચ્છતા જાળવવી, હાઈજૈનિક કંડીશન મેન્ટેન કરવી, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, એપ્રોન કેપ-ગ્લોવ્ઝ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં સેન્ટ્રલ બેંક વિસ્તારમાં આવેલી એચ.જે. વ્યાસ નામની પેઢી, ઉપરાંત ચંદુલાલ છોટાલાલ મીઠાઈવારા, ન્યુ જામ વિજય ફરસાણ, વ્યાસ એન્ડ વ્યાસ મીઠાઈવાળા, દિલીપ ડેરી, નવલભાઈ મીઠાઈવાળા, ત્રવાડી સ્વીટ, ન્યુ જામ વિજય સ્વીટ માર્ટ, નવકાર સ્વીટ અને ફરસાણ, રવરાઈ સ્વીટ એન્ડ નમકીન વગેરેનો સમાવેશ થાય છે. જામનગર મહાનગર પાલિકા આયોજીત જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ મેળામાં જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ. દ્વારા વહેલી સવારે ચેકીંગ કામગીરી દરમિયાન, ક્રીશ્નરાજ રેસ્ટોરેન્ટ-૩ કિલો ગ્રેવી વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલો છે. આશાપુરા પાંઉભાજીમાંથી ૩ કિલો બોઈલ બટેટા વાસી જણાતા સ્થળ પર નાશ કરાવાયો તેમજ ૮-૯-ર૦ર૩ ના એફ.એસ.ઓ. દ્વારા રૃબરૃ ઈન્સ્પેક્શન દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડની બહાર આવેલ કુલ ૪૦ ખાદ્ય વિક્રેતાને ત્યાંથી ૬પ કિલો અખાદ્ય જથ્થો નાશ કરાવાયો છે. તેમજ જામનગર મહાનગરપાલિકા આયોજીત જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ મેળા તથા નાગેશ્વર રંગમતી નદી પટમાં યોજાતા મેળામાં તદ્ન હંગામી રજિસ્ટ્રેશન-લાયસન્સની કુલ ર૪,૯૦૦ ફી ની વસૂલાત કરી જે.એમ.સી.ની તિજોરીમાં જમા કરાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh