Advertisement
Author: નોબત સમાચાર

આણંદના રેલવે પોલીસમાં નોંધાયેલા દારૃના ગુન્હામાં આરોપી ઝડપાયો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦ઃ જામનગરના એક શખ્સ સામે આણંદ રેલવે પોલીસ મથકમાં દારૃબંધી ભંગનો ગુન્હો નોંધાયા પછી આ શખ્સ નાસી ગયો હતો. તેને એસઓજીએ પકડી પાડયો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી નવી સાધના કોલોનીના બ્લોક નં.એમ-પ૧/૩૮૬૫માં વસવાટ કરતા બિપીન સોમાભાઈ ચાવડા નામના શખ્સ સામે તાજેતરમાં આણંદના રેલવે પોલીસ સ્ટેશનમાં દારૃબંધી ભંગનો એક ગુન્હો નોંધાયો હતો.

ત્યારપછી આ શખ્સ નાસી ગયો હતો. ઉપરોક્ત આરોપી જામનગરમાં નહેરના કાંઠા પાસે આવ્યો હોવાની બાતમી મળતા ત્યાં ધસી ગયેલી એસઓજી ટીમે આરોપીને દબોચી લઈ તેનો કબજો સિટી એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh