Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર ડોમેસ્ટિક અને ચાર આંતર રાષ્ટ્રીય મળીને
નવી દિલ્હી તા. ૨૦ઃ આજે એર ઈન્ડિયાએ ૮ ફલાઈટ રદ કરી છે. જેમાં ૪ ઈન્ટરનેશનલ છે. આ કારણે દેશભરમાં મુસાફરો રઝળી પડયાં છે.
અમદાવાદ પ્લેન ક્રેશ પછી ભારતીય એરલાઈન્સ સુરક્ષા મામલે અત્યંત સજાગ બની છે. સુરક્ષા અને પ્રતિબંધોને ધ્યાનમાં લેતાં એર ઈન્ડિયાએ આજે આઠ ફ્લાઈટ રદ કરી છે. જેમાં ચાર ઈન્ટરનેશનલ ફ્લાઈટ અને ૪ ડોમેસ્ટિક ફ્લાઈટ સામેલ છે.
રદ કરવામાં આવેલી ફ્લાઈટ્સ ચેન્નઈ, દિલ્હી, દુબઈ, મેલબર્ન, પુણે, અમદાવાદ, હૈદરાબાદ, અને મુંબઈથી ઉડાન ભરવાની હતી. આ ફ્લાઈટ કેન્સલ થતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
એરક્રાફ્ટની ટેક્નિકલ ચકાસણી, ખરાબ હવામાન અને એરસ્પેસના પ્રતિબંધોને ધ્યાનમાં લેતાં એર ઈન્ડિયાએ આઠ ફ્લાઈટ રદ કરી હોવાનું જણાવ્યું છે. એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું કે, એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ દુબઈથી ચેન્નઈ છૈં૯૦૬, દિલ્હીથી મેલબર્ન છૈં૩૦૮, અને છૈં૩૦૯ મેલબર્નથી દિલ્હીની ફ્લાઈટ રદ કરવામાં આવી છે.
એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, દુબઈથી હૈદરાબાદની ફ્લાઈટ પણ કેન્સલ કરવામાં આવી છે. પુણેથી દિલ્હી, અમદાવાદથી દિલ્હી, હૈદરાબાદથી મુંબઈ અને ચેન્નઈથી મુંબઈની ફ્લાઈટ પણ કેન્સલ કરવામાં આવી છે. મેન્ટનન્સ ઓપરેશનલ કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઈન કંપનીએ જણાવ્યું હતું કે, જે લોકોની મુસાફરી પ્રભાવિત થઈ છે, તેમને સંપૂર્ણ રિફંડઅને રિશિડ્યુલિંગની સુવિધા મળશે. તેમજ વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ અસુવિધા બદલ ખેદ છે. અમારો સ્ટાફ વૈકલ્પિક હવાઈ મુસાફરીની સુવિધા આપવા માટે તત્પર છે.
એર ઈન્ડિયાએ ગઈકાલે સુરક્ષાના માપદંડો અને વધી રહેલા વિવાદને ધ્યાનમાં લેતાં વિવિધ આંતરરાષ્ટ્રીય રૃટ પર ઓપરેશન્સ ૨૧ જૂનથી ૧૫ જુલાઈ સુધી સસ્પેન્ડ કર્યા હોવાની જાહેરાત કરી હતી. તેણે બોઈંગ ૭૮૭ અને ૭૭૭ એરક્રાફ્ટની સેવાઓ પણ કામચલાઉ ધોરણે ઘટાડો કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial